નર્મદા

નર્મદા જિલ્લા ના વડા મથક રાજપીપળા ખાતે જીત નગર ચોકડી પાસે  ત્રી દિવસીય રાષ્ટ્રીય કક્ષાના 25માં  આદિવાસી એકતા મહાસંમેલનનો પ્રારમ્ભ થયો છે જેમાં પ્રથમ દિવસે આદિવાસી મહિલા સંમેલન  યોજાયુંહતું આ પ્રસંગે આસામ ની કલાકાર મહિલા ઓએ સુંદર આસામી ન્રત્ય રજૂ કર્યું હતું આ પ્રસંગે  આદિવાસી પ્રદર્શન યોજાયું હતું.જેમાં  આદિવાસી પ્રદર્શન માં જૂના બિયારણો , પારમ્પરીક આયુર્વેદિક ઔષધિ . ખેત ઓજારો દેવી દેવતા ના પ્રતીકો મુકાશે , આદિવાસી ઇતિહાસ ના પુસ્તક પ્રદર્શન તથા જૂના માટીના વાસણો નું પ્રદર્શન પણ યોજાયા હતા

 

આ સંમેલન માં આસામ , ઝારખંડ , છત્તીસગઢ , ઉડીસા ગુજરાત , મહારાષ્ટ્ર  સહિત ના 15 રાજ્યો ના કલાકારો . સાહિત્ય કારો , લેખકો અને કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા  ઉપરાંત આદિવાસી સઁસ્ક્રુતી 

અને જીવન મૂલ્યો ને ઉજાગર કરતા કાર્યક્રમ , વિવિધ રાજ્યો ના આદિવાસી ન્રુત્ય પ્રદર્શન પરિસંવાદ , સાહિત્યિક સંમેલન યોજાયું હતુ 

 

પ્રથમ દિવસે યોજાયેલા મહિલા સંમેલન માં ગુજરાત , મહારાષ્ટ્ર , ઝારખંડ , મણિપુરી , આંધ્ર ,દાદરા નગર હવેલી ,  રાજસ્થાન સહિત વિવિધ રાજ્યો ના મહિલા પ્રતિનિધિ ઓ એ હાજર રહી મહિલા પર થતાં અત્યાચારો , ઉપરાંત સંમેલન માં આદિવાસી એકતા પરિષદ ની ભૂમિકા અને પડકારો , સઁસ્ક્રુતી અને જીવન મૂલ્યો , આઝાદી ની લડાઈ માં આદિવાસી ઓની ભૂમિકા . શિક્ષણ પધ્ધતિ , આદિવાસી યુવા નોની દશા અને દિશા , વિકાસ , સઁસ્ક્રુતી જેવા વિષય ઉપર વક્તા ઓ દ્વારા વક્તવ્યો રજૂ થયાં હતા 

 

રિપોર્ટ :

 જ્યોતિ   જગતાપ , રાજપીપળા

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ