નર્મદા

ભરૂચ ના સાંસદ અને માજી કેંદ્રીય આદિજાતિ વન મંત્રી  મનસુખ વસાવા ને ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી ના 40થી 50ફોન આવતા મનસુખ ભાઈ એનર્મદા  

જિલ્લા  પોલીસ વડાને લેખિત ફરિયાદ આપી પોલીસ રક્ષણ ની માંગ કરી હતીજેના સંદર્ભે મનસુખ વસાવા ને પોલીસ નું સુરક્ષા કવચ પૂરું પાડવા માં આવ્યું છે . આજે રાજપીપળા ખાતે સાંસદ ના નિવાસ સ્થાને હથિયાર ધારી બે પોલીસ કોન્સ્ટેબલ ના જવાનો ને તૈનાત કરવામાં આવ્યા છે .આ બાબતે ટાઉન પીઆઈ ડી બી શુક્લ ના જણાવ્યા અનુસાર સાંસદ મનસુખ વસાવા ની ફરિયાદ અનુસાર તેમની ફરિયાદ રાજપીપળા પોલીસ મથક માં રજીસ્ટર કરાઈ છે અને તપાસ શરૂ કરી દેવાઈ છે તેમની પોલીસ રક્ષણ ની માંગ અનુસાર જિલ્લા પોલીસ વડા ની સૂચના અનુસાર તેમને સુરક્ષા કવચ પુરુ પાડવા માં આવ્યું  છે

અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદ મનસુખ વસાવા છેલ્લા કેટલાક વખત થી 

ગીર જંગલના રબારી,ચારણ અને ભરવાડ અને સિદ્દી મુસ્લિમોને આદિજાતિનાખોટા પ્રમાણપત્રો  આપવાનો મામલો ભાજપ માટે માથાનો દુખાવો બની ગયો છે  છે.ઉતરાણ ના દિવસે  જ આદિવાસી સમાજના સંમેલનમાં આદિવાસી ઓએ આદિજાતી કેબિનેટ મંત્રી ગણપત વસાવાને ભગાડ્યા હતા તે બાબતે તરફ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભરૂચના સાંસદે મીડિયા માં માહિતી આપતા મનસુખભાઈ વસાવાને સૌરાષ્ટ્રમાંથી આ મુદ્દો સંસદ માં કેમ ઉઠાવ્યો તેમ જણાવી તમારા મૃત્યુ ના દિવસો નજીક આવ્યા છે, તમારા દિવસો ભરાઈ ગયા છે તેવા ધમકી ભર્યા ફોન તેમના નિવાસ સ્થાને  લેન્ડલાઈન ફોન આવ્યા હતા લગભગ 40થી 50 ફોન ધમકી ના આવ્યા હોઈ   આવી ચીમકીઓ રોજેરોજ આવતી હોવાનું મીડિયા સમક્ષ જણાવી હતી .મનસુખભાઈ એ છેલ્લા સત્રમાં લોકસભામાં આવા સર્ટિફિકેટ રદ્દ કરવા માંગ કરી હતી.મનસુખ ભાઈને સુરત અને સૌરાષ્ટ્ર થી ધમકીઓ અપાઈ હોવાની રજુઆત એસપી નર્મદાને કરી છે.અને પરિવાર ડરી ગયો નું જણાવ્યું છે.જેથી સુરક્ષા આપવાની માંગ કરી હતી

રિપોર્ટ :

જ્યોતિ   જગતાપ , રાજપીપળા

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ