સુરત

સુરતના અડાજણ વિસ્તારમા આવેલી રિવરડેલ સ્કુલમા પ્રિન્સ નામનો વિધાર્થી ધોરણ 10મા અભ્યાસ કરે છે. પ્રિન્સની બે ટર્મની ફી ભરાય ગઇ હતી. જો કે તેની ત્રીજા ટર્મની ફી ભરવાની બાકી હોય જેને લઇને તેને સ્કુલ દ્વારા બે વાર નોટિસ આપવામા આવી હતી. તેમ છતા પ્રિન્સના પિતા દ્વારા ફી ભરવામા આવી ન હતી. જેથી શાળા દ્વારા પ્રિન્સને ત્રીજી નોટિસ પાઠવી જ્યા સુધી તેની ફી ન ભરાય ત્યા સુધી તેને સ્કુલમા પ્રવેશ કરવો નહિ તે અંગે સ્કુલની ડાયરીમા લખાવી દઇ તેને સ્કુલમાથી કાઢી મુક્યો હતો. જે બનાવની જાણ પ્રિન્સના પિતાને થતા તેઓએ જીલ્લા શિક્ષણાધિકારીને આ અંગે ફરિયાદ કરવા માટે પહંચ્યા હતા. જો કે તેઓ નહિ મળતા તેઓ પ્રિન્સ અને અન્ય વાલીઓ સાથે જીલ્લા શિક્ષણાધિકારી કચેરી બહાર જ ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.