આણંદ

તારાપુર ખાતે તારાપુર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી.જેમાં કોંગ્રેસ પ્રેરિત પેનલના ચેરમેન તેમજ વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા.

ગતરોજ યોજાયેલી એપીએમસીની ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી નાયબ નિયામકશ્રી, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર તથા જિલ્લા રજિસ્ટાર, સહકારી મંડળીઓ આણંદના અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી.જેમાં ચેરમેન તરીકે દરખાસ્ત માંગતા પરમાર મુળુભા કાળુભાએ ઘનશ્યામભાઈ બાબુભાઇ રબારીના નામની દરખાસ્ત કરી હતી અને ચંદુભાઈ માધાભાઈ પરમારે ટેકો આપતા અને બીજી કોઈ દરખાસ્ત ન આવતા *ઘનશ્યામભાઈ બાબુભાઈ રબારીને ચેરમેન* તરીકે બિનહરીફ જાહેર કરાયા હતા.જ્યારે વાઇસ ચેરમેન તરીકે દરખાસ્ત માંગતા રાજેશકુમાર ઘનશ્યામભાઈ ઠક્કરએ કુંવરસંગ ભુરુભા સોલંકીના નામની દરખાસ્ત કરી હતી.અને પુનાભાઈ હીરાભાઈ જાદવે ટેકો આપતા તેમજ બીજી કોઈ દરખાસ્ત ન આવતા *કુંવરસંગ ભુરુભા સોલંકીને વાઇસ ચેરમેન* તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપા તરફથી એક પણ ફોર્મ કે દરખાસ્ત ન આવતા કોંગ્રેસ પ્રેરિત પેનલનો બિનહરીફ વિજય થયો હતો.ધારાસભ્યશ્રી પુનમભાઈ પરમાર, ઉદેસિંહ પરમાર, અને સહકારી અગ્રણી ચંદુભાઈ પરમારએ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલ ઘનસ્યામભાઈ રબારી અને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલ કુંવરસંગ સોલંકીને પુષ્પહાર પહેરાવી અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.ભાજપા પાસેથી કોંગ્રેસે ચેરમેન તથા વાઇસ ચેરમેનની સત્તા આંચકી લેતા આનંદો છવાઈ જતા કોંગ્રેસના કાર્યકર્તાઓ, અગ્રણીઓ, યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ મો મીઠું કરાવી આતશબાજી કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો.