આણંદ

ખંભાત  શ્રી 42 ગામ ચરોતર કડવા પાટીદાર સમાજ ખંભાત ના 84 માં સમૂહ લગ્નઉત્સવ પ્રસંગે તારાપુર ના દાનવીર ભામાસા શ્રી શૈલેષભાઈ કાંતિભાઈ પટેલ (USA)ના પ્રમુખ સ્થાને કન્યાવિદાય સમારંભ યોજાયો સદર પ્રસંગે દાતા શ્રી નું સાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું દાતા શ્રી નો પરિચય અને સમાજલક્ષી વિચારધારા તારાપુર ના કેળવણી મંડળના પ્રમુખ તથા 21 ગામ લેવા પટેલ સમાજ ના પ્રમુખ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રજૂ કરાતા પાટીદાર સમાજ ખુબજ પ્રભાવિત થયેલ તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું તેમની સાથે jinaj ના આચાર્ય શ્રી ચંદ્રકાન્તભાઈ પટેલ તથા રોટરી સૈનિક એવા સુભાસભાઈ પટેલ અને કમલેશભાઈ પટેલ ( ગાંધી) તેમજ સમાજના અગેવાનનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું દાતા શ્રી તરફથી દરેક દીકરીને એક તિજોરી અને શૈલેષભાઈ ના પરમ મિત્ર એવા મનનભાઈ દ્વારા દરેક દીકરી ને 1000/00 રૂપિયા નું કવર આપવામાં આવ્યા તે બદલ સંસ્થાના પ્રમુખ/મંત્રી તથા કારોબારી સભ્ય દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો. જય રોટરી