અરવલ્લી

મેઘરજ તાલુકામાં મે.મુખ્ય આરોગ્ય અધિકારી સા.શ્રી અરવલ્લી મોડાસા તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી મેઘરજ ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેદ્ધ બાંઠીવાડા ખાતે સગર્ભા માતાઓનો કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં સગર્ભ માતાની તપાસ માટે મેઘરજ સંજીવની હોસ્પીટલના ર્ડો.પિયુસભાઇ સ્રી રોગના નિષ્ણાતને બોલાવી સગર્ભા માતાની તપાસ કરી સારવાર આપવામાં આવિ હતી આ કેમ્પમાં કુલ ૧૦૭ સગર્ભા માતાઓ હાજર રહી હતી પ્રા.આ.કેદ્ધના તબીબો ર્ડો.આશિષ ખાંટ,ર્ડો.દિપક ડામોર અને ર્ડો જે.એન.ગરાસિયા સગર્ભા માતાની પ્રાથમિક તપાસ કરી હતી અને આરોગ્ય શિક્ષણ આપ્યુ હતુ સગર્ભા માતાઓને  બેટી બચાવો,બેટી પઢાવો અને સ્રી ભ્રૃણ હત્યા અટકાવો વિશે સમજણ આપી હતી
  જ્યારે આરોગ્ય કર્મચારીઓએ આ સગર્ભા કેમ્પને સફળ બનાવવા માટે પ્રયત્નો ક્યા હતા અને હજર સગર્ભા માતાઓને આરોગ્ય શિક્ષણ આપ્યુ હતું.

જયદીપ ભાટીયા
મેઘરજ-અરવલ્લી