વલસાડ-વાપી

વાપી નજીક છીરી ગામે ગાલા મસાલામાં જવેલર્સ ની દુકાનમાં ઈનવર્તર ની બેટરી ફાટતા આગ થી મચી દોડધામ વાપી ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ કોઈ જાનહાની નહીં 

વાપી માં આવેલ છીરી ગાલા મસાલા વિસ્તાર માં આવેલ ક્રિશ્ના પાર્ક એપાર્ટમેન્ટ માં આવેલ મહાકાલી જવેલર્સ ની દુકાન માં ઇન્વેર્ટર ની બેટરી ફાટતા આગ લાગી હતી આ આગ માં આશરે બે લાખ રૂપિયા નું ફર્નિચર બળી ને ખાખ થઈ ગયું હતું આ આગ માં કોઈપણ જાનહાની બની ન હતી આ દુકાન માં ઓર્ડર થી સોનાં ના ઘરેણાં બનાવવામાં આવતા હતા સવારે દુકાન ના માલિક દર્શન સોની એ રાબેતા મુજબ દુકાન ખોલી હતી બપોરે અચાનક ઇન્વેર્ટર માં અવાજ આવતા તેમને વિચાર્યું કે સાંજે ઇન્વેર્ટર નું કામ કરાવી લઈશ ને પછી બપોર ના સમયે ઘરે જમવા ગયા હતા હજી તો પાંચ જ મિનિટ થઈ હતી કે તેમને ત્યાંના સ્થાનિક લોકો એ તેમને ફોન કર્યો કે તમારી દુકાન માં આગ લાગી છે માલિક દ્વારા ફાયર વિભાગ ને જાણ કરતા ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે પહુચી આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટના ના પગલે ડુંગરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.