ગીર સોમનાથ

આ દ્રશ્યો છે ગીર સોમનાથ ના નાના એવા લાટી ગામના.ગામની દીકરી ભારતી ઇન્ટરનેશનલ યોગ ઇવેન્ટમાં એકી સાથે 3-3 ગોલ્ડ મેડલ જીતી ને મલેશિયામાં ભારતનો ડંકો વગાડી પરત પોતાને ગામ આવી ત્યારે લાટી ગામની આ દીકરીનું ગામજનો એ ભવ્ય સન્માન કર્યું હતું..

જૂનાગઢની એન.બી.કાંબલિયા સ્કૂલમાં ધોરણ 12 અને બાદમાં એજ સંકુલમાં આવેલી કોલેજમાં ગ્રેજ્યુએશન કરનાર ભારતી સોલંકી હાલ અમદાવાદ યોગ યુનિવર્સિટીમાં એમ.એ. નો અભ્યાસ કરે છે.

તાલુકાથી માંડીને જિલ્લા,રાજ્ય,રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતી એ અનેક ઇનામો જીત્યા છે. આમની પાસે એકલા આંતરરાષ્ટ્રીય કક્ષાના જ 14 ગોલ્ડ, 11 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ છે. પોતાની દીકરી વિશ્વ સ્તરે નામના મેળવી રહી છે તે જાણી ને તેના માતા પિતા હર્ષાશ્રુથી ભાવ વિભોર બની ગયા છે.પોતાને સંતાનમાં એકમાત્ર આ દીકરી ભારતી જ છે. પેટે પાટા બાંધીને આ દીકરીને ભણાવી છે. માત્ર 8 વીઘા જમીન ધરાવનાર છેવાડાના ગામના આ ખેડૂત દંપતી નું નામ આ દીકરી એ વિશ્વભરમાં રોશન કર્યું છે.

(આંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપ માં પ્રથામક્રમે વિજેતા ગોલ્ડ મેડાલિસ્ટ ભારતી ના માતા પિતા)

તાજેતરમાંજ મલેશિયાના કુઆલાલંપુર ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ યોગ ચેમ્પિયનશિપ-2018 માં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દુબઇ, થાઈલેન્ડ, મલેશિયા સહિતનાં 16 દેશોના સ્પર્ધકો સામેલ થયા હતા. આઈવાય-6, આઈવાય-સી. સ્પર્ધામાં ભારતી એ 2 ગોલ્ડ તેમજ 'ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન નું ટાઇટલ પણ પોતાના નામે કર્યું હતું.

ભારતી એ સમાજને સંદેશો આપતા જણાવ્યું હતું કે, "દીકરી ને ખરા અર્થમાં વ્હાલનો દરિયો બનાવો.. દીકરીને ખૂબ ભણાવો અને જે ક્ષેત્રમાં તે આગળ વધે તે ક્ષેત્રમાં તેને પ્રોત્સાહન આપો. દીકરી એ માત્ર ઘરકામ અને રસોઈ પુરતીજ સીમિત ના રાખવી જોઈએ..''

ગીર સોમનાથ ના નાનકડા ગામ લાટી ની આ દીકરી એ પોતાના ગામની સાથે સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે ત્યારે ગામજનોમાં પણ અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આજે આ દીકરી પોતાને ગામ આવી હોય... આખું ગામ હિલોળે ચડ્યું હતું. અબાલ, વૃદ્ધ સૌ કોઈ આ દીકરીના સ્વાગત માટે તલપાપડ બન્યા હતા. અબીલ-ગુલાલ ની છોળો ઉડી હતી. તો ઢોલ, શરણાઈ અને બેન્ડ ની સુરાવલીઓમાં સૌકોઈ નાચી ઉઠયા હતા.પોતાના ગામને વૈશ્વિક નામના અપાવનાર આ દીકરીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ - ભરતસિંહ જાદવ - ગીર સોમનાથ