નર્મદા

રાજપીપળા નાગરિક સહકારી બેંકના ડિરેકટરો  ની ચૂંટણી 25મી ફેબ્રુઆરી એ યોજવાની છે ત્યારે બે પેનલો સહકાર પેનલ અને હિતરક્ષક પેનલ  સહિતના  કુલ 27 ઉમેદવારો ડિરેક્ટરો બનવા થનગની રહ્યા છે. ત્યારે 69 વર્ષ પૂરા કરીને 70માં વર્ષ માં પ્રવેશેલી રાજપીપળા નાગરિક સહકારી બેંક ના આદ્યસ્થાપક સહિત વડવાઓ અને વડીલો એ મહેનત કરી ને ઊભી કરેલી આ બેંક આજે સાત સાત દાયકા ના વહાણાં વીત્યા પછી પણ સહકારી ક્ષેત્ર ની એક માત્ર નાગરિક બેંક na 11600 જેટલા સભાસદો ના વિશ્વાસ અને પ્રેમ નું પ્રતીક બનેલ એક માત્ર રાજપીપળા નાગરિક સહકારી બેંકના સુધારેલા નવા નિયમો પ્રમાણે 2018ના વર્ષ થી એકી સાથે 11ડિરેક્ટરોની ચુંટણી અને તેપણ  પાંચ વર્ષ ની મુદત માટે 25મી ફેબ્રુઆરી એ ચૂંટણી યોજાવાની છે  ત્યારે આ પ્રતિષ્ઠા ના જંગ સમી આ ચૂંટણી માં સહકાર પેનલ અને હિત રક્ષક પેનલ સામસામે ટકરાઈ છે કુલ 27 ઉમેદવારો નો ચૂંટણી મહા સંગ્રામ નું રણશિંગુ ફૂંકાઈ ગયું છે

જેમાં આ વખતે સામાન્ય બેઠકની આઠ સીટો માટે 20 ઉમેદવારો મેદાન માં છે. જ્યારે મહિલા સશક્તિકરણ ને ઉજાગર કરતી મહિલાઓને નાગરિક બેંકના ઇતિહાસ મા પહેલી વાર બે મહિલા ઓને પ્રાધાન્ય અપાયું છે .  ત્યારે પહેલી વાર બેંક મા મહિલાઓ નું પ્રતિનિધિત્વ આવશે .સાથે એક એસસી એસટી ઉમેદવાર ને પણ પ્રતિનિધિત્વ મળ્યું છે ત્યારે નવા માળખા,  નવા આયામો સાથે આવી રહેલી ચૂંટણી મા મતદારો સભાસદો માં નવા ઉત્સાહ નો સંચાર થઈ રહ્યો છે .રસાકસી ભરી ચૂંટણી ના રણ મેદાનમાં માં જૂનાજોગીઓ અને નવા ઉત્સાહી ઉમેદવારો ની નવી ટીમ ઉતરી છે .ત્યારે પહેલી વાર હાઇટેક ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે .જેમાં વોટ્સએપ , ફેસબુક , ટ્વિટર અને સોશિયલ મીડિયા માં શરૂ થયેલા  હાઇટેક પ્રચારે સભાસદો ને ઢંઢોળ્યા છે , અત્યાર સુધી માત્ર હેન્ડબિલ પેમ્પલેટ દ્વારા પ્રચાર થતો હતો .પણ આ વખતની ચૂંટણી મા ફરજિયાત 11મત આપવાના સભાસદ ના હક્ક ને ઉમેદવારો ને  જગાડ્યા છે. જે જૂના ઉમેદવારો ક્યારેય પ્રચાર મા બહાર  નીકળતા  નહોતા તેવા જૂના  જોગીઓને પણશિક્ષિત અને ઉભરતા નવા ઉમેદવારો એ  દોડતા કર્યા છે .પહેલી વાર જૂના જોગીઓ ને ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે મજબૂર થયા છે .
ત્યારે સહકાર પેનલ ના સામાન્ય બેઠક ના આઠ ઉમેદવારો માં
સામાન્ય બેઠક પર સહકાર પેનલના જાણીતા ઉમેદવારો માં બેંક ના હાલ ના ચેરમેનરહી ચૂકેલા  પંકજકુમાર કે વ્યાસ , વાઇસ ચેરમેન પંકિલ કુમાર એ પટેલ , મેનેજિંગ ડિરેક્ટર વિક્રમકુમાર એ માલવીયા , હાલના બેંક ના ડિરેક્ટર રહી ચૂકેલા હીરાભાઈ એમ કાછીયા , કિરણ કુમાર પંડ્યા , પ્રકાશ ભાઈ બી માછીએ પુન:ઉમેદવારી કરી છે. તેમના પેનલ માં નવા યુવા અને પ્રતિષ્ઠિત ચહેરાજાણીતા વેપારી ઑ  માં તેજસ ગાંધી હિમાંશુ દેસાઈ ની પેનલ ચૂંટણી મેદાન માં ઉતરી છે.
જ્યારે પહેલી વારબે  મહિલાઓ ચૂંટાઇ ને બેંક ના વહીવટ માં આવશે. જેમાં સહકાર  પેનલ મા બેંકિંગ વિષય ના જાણકાર અને કોમર્સ ની અનુસ્નાતક ની M .Com, B.Ed ની   ડિગ્રી ધરાવતા અને ઈંગ્લીશ મીડિયમ  જીએસએલ પબ્લિક સ્કૂલગ્રુપ ના એડમિનિસ્ટ્રેટર અને  કેવડિયાના પ્રિન્સિપાલ અનેઅનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા  જાણીતા મહિલા અગ્રણી જ્યોતિબેન દીપક જગતાપે ઉમેદવારી કરી છે તો તેમની સાથે સહકાર  પેનલ ના તેમની સાથે દક્ષાબેન જીતુભાઈ પટેલ કે જેઓ દીપ બ્યુટી પાર્લર ના સંચાલિકા અને એનજીઓ સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત મહિલા અગ્રણી પણ ચૂંટણી મેદાનમાં મુખ્ય હરીફ રહેશે .

તો એની સામે હિતરક્ષક પેનલના જૂના અને અનુભવી  ડો .નિખિલ મહેતા , ડો .સમીર મહેતા , એ ડી પટેલ છે .તો  10વર્ષના અંતરાલ પછી પંકજ ભાઈ શેઠે પુનઃ ઉમેદવારી કરી છે બાકીનાં ઉમેદવારો  પહેલી વાર મેદાન મા પગરણ કરતા નવોદિત ઉમેદવારો મા જિતેન્દ્ર ગાંધી , અમિત ગાંધી , નિલેશ ઉપાધ્યાય , મનહર માલી તથા  મહિલાઓ ઉમેદવારો માં કલ્પના બેન કાછીયા પટેલ , જીગ્નાસા બેન પટેલ ચૂંટણી લડી  રહ્યા છે .તો એસસી એસટી બેઠક પર સહકાર  પેનલ ઉમેદવાર  તરીકે   નિવ્રુત્ત શિક્ષક અને તડવી સમાજ ના આગેવાન એવા શિક્ષિત ઉમેદવાર વીરસિંગ ભાઈતડવીની સામે  હિત રક્ષક પેનલ માં નગર પાલિકા ના સદસ્ય ભરતભાઈ વસાવા ઊભા છે .

તો જે લોકો પેનલ માં સ્થાન પામી શક્યા નથી એવા અન્ય પાંચ ઉમેદવારો સહિત કુલ  27 ઉમેદવારો જાગ્રુત સભાસદો ની કસોટી ની એરણ પર છે

જોકે સહકાર ના ઉમેદવારો એ હરસીધી
માતા ના મંદિરેથી દર્શન કરીને માતાજી આશીર્વાદ મેળવી ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરતા તેમની સભાસદો તરફ થી સારો આવકાર મળી રહ્યો છે  .


રિપોર્ટ :
 દીપક જગતાપ , રાજપીપળા