પાટણ

પાટણ દલિત આત્મહત્યા ઘટના ના વિરોધ માં આમોદ શહેર કોંગ્રેસ તથા યુવા કોંગ્રેસ દ્વારા  મામલતદારને આવેદન પત્ર

* કોંગ્રેસ  આગેવાનોએ મૃતકને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ આંબેડકરની પ્રતિમાને  ફુલહાર ચઢાવીયા.

પાટણના સામાજિક કાર્યકર અને આંબેડકરવાદી ભાનુભાઈ વણકર ને થયેલા અન્યાય અને અત્યાચાર બાદ તેમણે આત્મવિલોપન કરી પોતાના શરીરને આગમાં હોપી દીધું હતું. અને તેમને મુત્યુ થતા દલિત સમાજમાં આઘાત ની લાગણી જન્મી હતી

આજ રોજ આમોદ માં કોંગ્રેસ આગવાનોએ મોટી સંખ્યા માં મામલતદાર કચેરી પાસે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે ભેગા થયી મૃતક ભાનુભાઈ વણકર ની આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મોંન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ "દલિતો ઉપર અત્યાચાર બંધ કરો; ડૉ. બાબાસાહેબ આંબેડકર અમર રહો; ના નારા સાથે આંબેડકરની પ્રતિમાને ફુલહાર ચઢાવીયા બાદ આમોદ મામલતદાર એમ.આઈ. માલિકને કોંગ્રેસ ના આગેવાનો દવારા આવેદન પત્ર આપવા આવ્યું  હતું. 

 

આવેદનપત્ર માં જણાવ્યા મૂજબ પાટણના સામાજિક કાર્યકર અને આંબેડકરવાડી ભાનુભાઈ વણકર દ્વારા તેમની લાંબા સમયથી જમીનની માંગણી કારેલ હતી.અને તેના પૌસ પણ ભરી દીધા હતા. છતાં સરકારની પછાત વિરોધી જાતિને કારણે તેમની જમીનની માંગણી નહીં સંતોષતા કલેક્ટર કચેરી ખાતે પોલીસ અને લોકોની હાજરીમાં આત્મવિલોપન કરતા સમગ્ર શરીરને ગંભીર રીતે દાજી જતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી ગુજરાત સરકાર દલિતો અને પછાતવર્ગ માટે બિલકુલ સંવેદનહીત અને નિષ્ફળ હોવાથી દલિતો ગુજરાતમાં ભયભીત જીવન જીવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે.

પાટણના કલેકટર અને પોલીસ વડા પોતે હજાર હોવા છતાં આ ઘટના બની હોવાથી બંનેે ને નિકરીમાંથી બહાર તરફ કરી તેમની સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવા રાજ્યપાલને સંબોધિ આમોદ મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ.

 

વધુમાં આમોદના કોંગ્રેસ આગેવાન હિરાભાઇ સોલંકી મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે ગુજરાત સરકાર દલિતો પ્રત્યે સંવેદનહિન હોવાનું જણાવ્યું હતું અને જણાવ્યું હતું કે ગુજરાત સરકારને માત્ર 150 બેઠકનીજ પડી છે.

આ સંદર્ભે આમોદ કોંગ્રેસ ના આગેવાન રણજીત પરમાર. હિરાભાઇ સોલંકી.કનુ સોલંકી મનહર સોલંકી.મેહબુબ કાકુજી.રોહીત માછી શહેર કોંગ્રેસ પ઼મુખ મહેન્દ્ર દેશાઇ.નગરપાલિકા પ઼મુખ સાજીદઅલી રાણા બચુશેઠ. યુવા કોંગ્રેસ ઉપપ઼મુખ ઇરફાન પટેલ. મોહશીન શેઠ.ઉસ્માન મિડી. મુસ્તાક રંગુની.શકીલ કાપડીયા સહીત મોટી સંખ્યા મા કોંગ્રેસ કાયઁકરો હાજર રહ્યા હતા.

 

ઇરફાન પટેલ 

આમોદ 

૯૯૯૮૧૮૬૮૦૧