નર્મદા

ગુજરાત ની જીવાદોરી સમાન નર્મદા ના નીર ઉનાળો આવે તે પહેલાં જ નર્મદા ડેમ મા જળ સપાટી મા ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે જે સરકાર માટે ચિંતા નો વિષય બન્યો છે .સિંચાઇ માટે પાણી બંધ કરી માત્ર પીવાનું પાણી બચાવવા સરકારે પહેલી વાર પાણી પર પહેરો ભરી રહી .પાણી ની ચોરી અટકાવવા એસઆર પી ના જવાનો એ કે 47જેવા આધુનિક હથિયારો સાથે નર્મદા મૈન કેનાલ ના કિનારે એસઆરપી ના જવાનો રાઉન્ડ ધી ક્લોક ચોંકી પહેરો ભરી રહ્યા છે .ગુજરાત ના ઇતિહાસ મા પહેલી વાર નર્મદાડેમ મા ઘટતી જતી જળ સપાટી આગામી ઉનાળા માટે જળ સંકટ ઊભું કરી રહી છે .ત્યારે સરકાર માટે પાણી બચાવો અભિયાન શરૂ કરવાનો વારો આવ્યો છે.પાણી ની ચોરી અટકાવવા સરકારે કડક કાયદાની તલવાર વીંઝતા ખેડ્તોને બક્નળી  અને મોટર હટાવી લેવા નોટિસો ફટકારતા ખેડૂતો સરકાર સામે બાંયો ચઢાવી આંદોલન નું રણશિંગુ ફૂંકી દેતા આગામી લોકસભાની ચૂંટણી ટાણે પાણી ની સમસ્યા સરકાર માટે માથાનો દુખાવો બની ગઈ છે .જોઈએ એક ખાસ રિપોર્ટ :પાણી ની રામાયણ 

ગુજરાત ઇતિહાસમાં પહેલી વાર નર્મદા ડેમની જળ સપાટી 110.37 મીટરે,ડેમ પૂર્ણ જળાશય કરતા 28.17 મીટર ખાલી.ચાલુ વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસના મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ થયો છે.જેથી નર્મદા ડેમ પર જોઈએ એટલી પાણીની આવક ન થઈ હોવાને લીધે ગુજરાતને મળવા પાત્ર પાણીમાંથી માત્ર40% જેટલું જ પાણી મળ્યું હતું.આ તમામ પરિસ્થિઓના કારણે ગુજરાત સરકારે અગામચેતીના ભાગરૂપે નર્મદા ડેમનું પાણી 15મી માર્ચ પછી સિંચાઇ માટે નહીં આપવાની અગાઉથી જાહેરાત કરી ખેડૂતોને ઉનાળુ પાક ન લેવા સૂચન પણ કર્યું હતું.તો સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી હાલમાં સતત ઘટી રહી છે.જેથીગુજરાત સરકારની નર્મદા ડેમની જળસપાટીને લઈને ચિંતાઓ સાર્થક થઈ રહી હોવાનું જણાય રહ્યું છે નર્મદા ડેમ પૂર્ણ જળાશય કરતા 28.17 મીટર ખાલી છે સાથે પાણીની આવક માત્ર 500 ક્યુસેક છે.નર્મદા નદીને જીવંત રાખવા માટે ગોડબોલે ગેટમાંથી 605 ક્યુસેક પાણી અને મુખ્ય કેનાલમાંથી 9160 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.અને ibpt એટલેકે ઇરીગેશન બાયપાસ ટનલને શરૂ કરી દેવાઈ છેઅને જે ટર્નલ માંથી 9000 ક્યુસેક પાણી બાયપાસ ટર્નલ માંથી મુખ્ય કેનલ માં હાલ ગુજરાત ને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે પરંતુ ચાલુ વર્ષે ડેમ ની ઉંચાઈ વધવાને કારકને 131.05 મીટર સુધી લેવલ પહોંચી જવા છત્તા ડેમ માં ઇતિહાસ માં પ્રથમ વાર જળસ્થળ ખૂટી રહ્યા છે જે બાબતે ગુજરાત ભરમાં ચર્ચા નો વિષય બન્યો છે  તો બાયપાસ ટર્નલ માંથી ગુજરાત ને પીવાનું પાણી ક્યાં સુધી મળી રહે છે જે જોવાનું રહ્યું 

રિપોર્ટ :
 દીપક જગતાપ રાજપીપળા