નર્મદા

નર્મદા જિલ્લા ના માધ્યમ કર્મીઓ ના સંગઠન પ્રેસ ક્લબ નર્મદા દ્વારા ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓ ના પ્રચાર પ્રસાર સાથે તથા પ્રેસ ક્લબ નર્મદા ની સામાજિક , શૈક્ષણિક અને સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિઓ ને ઉજાગર કરતી પ્રવ્રુતિઓ થી માહિત ગાર કરવા 2008 ના વર્ષ નું વાર્ષિક કેલેન્ડર પ્રેસ ક્લબ નર્મદા દ્વારા પ્રકાશિત કરાયું હતું જેનું નાયબ માહિતી નિયામક ગાડીવાલા ના હસ્તે વિમોચન કરવામા આવ્યું હતું .

પ્રેસ ક્લબ નર્મદા ના પ્રમુખ જગતાપ, મંત્રી આંશિક પઠાણ , સદસ્ય યોગેશ વસાવા , વિપુલ ડાંગી તથા માહિતી ખાતા ના સ્ટાફ ની ઉપસ્થિતિ મા નાયબ માહિતી નિયામક યાકૂબ ગાદીવાલા ના હસ્તે કેલેન્ડર નું વિમોચન કરાયું હતું .યાકૂબ ગાદીવાલાએ પ્રેસ ક્લબ ની પ્રવ્રુતિઓ ને બિરદાવી કેલેન્ડર મા સરકારી યોજનાઓ ને પ્રકાશિત કરી નર્મદા ના વન વિભાગ દ્વારા પ્રવાસન વિભાગની સુંદર માહિતી તથા નગરપાલિકા દ્વારા રાજપીપળા ને ગ્રીનસિટી , ક્લીન સિટી બનાવવા નો નિર્ધાર કરી નગરના કરેલસુંદર વિકાસ ના કામો ની ઝલક કેલેન્ડર મા સરસ રીતે માધ્યમ કર્મીઓ દ્વારા રજૂ કરાઈ હોવાનું જણાવ્યું હતું .

જ્યારે પ્રેસ ક્લબ ના પ્રમુખ દીપક જગતાપ અને મંત્રી આંશિક પઠાણે પ્રેસ ક્લબ નીપ્રવ્રુતિઓ ની માહિતી આપી વર્ષ દરમ્યાન કરેલ પ્રવ્રુતિઓ ની તસવીરી ઝલક કેલેન્ડર ના માધ્યમથી આમ જનતા સુધી પહોંચાડી સમગ્ર જિલ્લા માં આકર્ષક વાર્ષિક કેલેન્ડર વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જે ને આમ જનતાએ કેલેન્ડર ની ભારોભાર પ્રશંસા કરી હતી .

રિપોર્ટ :

 દીપક જગતાપ , રાજપીપળા