ગીર સોમનાથ

નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા મહાઠગો દ્વારા રાષ્ટ્રીય બેંકો ને ખરબો નો ચૂનો લગાડી રફુચક્કર થઈ જતા બેન્કિંગ ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.

ત્યારે આવા મહા કૌભાંડી ઓ ને પકડવા ના બદલે હવે સરકાર દ્વારા બેન્કિંગ સ્ટાફ ની સામુહિક બદલીઓ કરવા નો નિર્ણય લીધો છે જે નિર્ણય ના વિરોધ માં વેરાવળ ખાતે બેન્કિંગ સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન કરવા માં આવેલ અને સૂત્રોચ્ચાર કરવા માં આવેલ..

ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયન ના સેન્ટ્રલ કમિટી મેમ્બર હિતેશ ચુડાસમાએ સરકાર ની ની નીતિ ને પાડા ના વાંકે પખાલી ને ડામ જેવી ગણાવી  સરકાર જો બેન્કિંગ સ્ટાફ ની માંગણી ઓ પરત્વે યોગ્ય ધ્યાન નહીં આપે તો આગામી દિવસો માં વધુ ઉગ્ર આંદોલાત્મક કાર્યક્રમો આપવા ની ચીમકી ઉચ્ચારી છે.

રીપોર્ટ - ભરતસિંહ જાદવ - ગીર સોમનાથ 

​​