ડાંગ

સને ર૦૧૮/૧૯નાં વર્ષના કેન્દ્રિય બજેટમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત, ડાંગ-વલસાડ સંસદિય વિસ્તાર માટે રૂપિયા સો કરોડજેટલી માતબર રકમનું બજેટ મળવાની સંભાવનાઓ છે, ત્યારે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના કોઇ પણ માર્ગોના કામો બાકી ન રહે, તેબાબતે તકેદારી દાખવવા સંસદ સભ્યશ્રી ડૉ.કે.સી.પટેલે ડાંગના સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.

 

          આહવા ખાતે ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કોઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટિ (દિશા)ની મળેલી એક અગત્યની બેઠકને સંબોધતા સાંસદ શ્રીપટેલે વિકાસકામોમાં કોઇપણ પ્રકારની ઢીલ કે કચાશ નહીં દાખવવા, અને ગુણવત્તાયુક્ત વિકાસકામો માટે સૌને જાગૃતિ દાખવવા પણ સૂચનાઆપી હતી.

 

          ડાંગ જિલ્લાની મુખ્ય નદીઓમાં જ મોટા ચેકડેમનું નિર્માણ થાય, તો ડાંગની પાણીની અછતની કાયમી સમસ્યાનો હલ આવી શકે તેમછે, ત્યારે આ બાબતે ખૂબ જ ચોક્સાઇ સાથે આગળ વધવાનું આહ્વાન કરતા સાંસદ શ્રી કે.સી.પટેલે જિલ્લામાં ૯ સહિત કુલ ર૬ મોટા ચેકડેમોનુંઆગામી દિવસોમાં નિર્માણ થાય તેવું સરકારનું આયોજન છે તેમ જણાવ્યું હતું.

 

          પાણી સંગ્રહ માટે ઊંડા અભ્યાસ સાથે સંશોધનાત્મક અહેવાલ તૈયાર કરીને, વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લામાંપાણીનો કાયમી સંગ્રહ થાય તેવું આયોજન કરવાની સૂચના પણ શ્રી પટેલે આ વેળા આપી હતી. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અંતર્ગતજિલ્લામાં તૈયાર થનારા ચેકડેમોની ચર્ચા કરતા આ કામો સત્વરે શરૂ કરીને, તેનો લાભ પ્રજાજનોને મળી રહે તેવી વ્યવસ્થા હાથ ધરવાની સૂચનાપણ સાંસદશ્રીએ આપી હતી.

 

આહવાની સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓને વધુ અસરકારક બનાવીને, કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં ડાંગ જિલ્લાને પણમેડીકલ કૉલેજ મળે તેવા સાનુラકૂળ પ્રયાસો સર્જાયા છે, ત્યારે તેનો મહત્તમ લાભ જિલ્લાને મળે તે માટે સૌને સહિયારા પ્રયાસોની હિમાયત પણસાંસદશ્રીએ કરી હતી.

 

દરમિયાન જિલ્લામાં ચાલી રહેલી જમીન મોજણી બાબતે નિયત એજન્સી મારફત કરાયેલા સર્વેમાં વધેલી ફરિયાદોને પગલે, જેજમીનધારકોને અન્યાય થવા પામ્યો હોય, તેમની વાંધા અરજીઓ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવાની પણ શ્રી પટેલે સૂચના આપી હતી.

 

અધૂરી અને અપૂરતી વિગતો સાથે બેઠકમાં આવેલા અધિકારીઓને આડે હાથે લેતા કલેક્ટર શ્રી બી.કે.કુમારને, અપડાઉન કરતા શિક્ષકોસામે હાથ ધરેલી દંડનાત્મક કાર્યવાહી બદલ ધન્યવાદ પાઠવતા ડૉ.કે.સી.પટેલે આવા કર્મચારીઓ સામે આગામી દિવસોમાં કડક કાર્યવાહીનાસંકેત આપ્યા હતા.

 

          જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં લાયબ્રેરીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની સૂચના આપતા સાંસદ શ્રી પટેલે શાળાના કોમ્પ્યુટરોનીબદતર દશા અંગે ચિંતા વ્યક્ત કરી, પદાધિકારીઓને આ બાબતે જાગૃતિ દાખવી, સરકાર દ્વારા અપાતા સાધન-સહાયનો લાભ, લાભાર્થીઓનેસૂપેરે મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવાની સૂચના આપી હતી.

 

          કસ્તુરબા પોષણ સહાય યોજના સહિત પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના વધેલા વ્યાપનો યોગ્ય પ્રચાર-પ્રસાર કરીને, વધુમાં વધુલાભાર્થીઓને તેનો મહત્તમ લાભ મળે તેવું આયોજન કરવાની સૂચના પણ બેઠકમાં પદાધિકારીઓ તથા અધિકારીઓએ આપી હતી. જિલ્લાનાપદાધિકારીઓને અનુરોધ કરતા ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે આરોગ્યલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ બાબતે કોઇપણ પ્રશ્ન કેમુંઝવણ હોય તો તેમનો સીધો સંપર્ક સાધવાની પણ અપીલ કરી હતી.

 

          સીઝનલ હોસ્ટેલને વધુ લોકભોગ્ય બનાવવાની બાંધકામ સમિતિના ચેરમેન શ્રી સુરેશભાઇ ચૌધરીની રજુઆતનો પ્રતિભાવ આપતા,જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ સ્થળાંતરીત માતાપિતાના બાળકોને તેનો મહત્તમ લાભ મળે તેવુ આયોજન કરી, રજુઆતમુજબના ગામોમાં તેનો પૂરેપુરો લાભ જરૂરિયાતમંદોને મળે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી.

 

          આરોગ્ય વિભાગની ચર્ચા દરમિયાન માં અમૃતમ, અને માં વાત્સલ્ય કાર્ડની યોજનામાં કેન્દ્રિય બજેટમાં સારવાર સહાયની મર્યાદાવધારીને રૂા.૩ લાખ સુધીની કરવામાં આવી છે, તેનો મહત્તમ લાભ જરૂરિયાતમંદોને મળે તે માટે, તાલુકા કક્ષાએ જ સંબંધિત લાભાર્થીઓને કાર્ડઆપવાની વ્યવસ્થા ગોઠવવાની સૂચના બેઠક દરમિયાન ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમાર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએઆપી હતી.

         દરમિયાન સંસદ સભ્યશ્રી ડૉ.કે.સી.પટેલે નેશનલ સોશ્યલ આસીસ્ટન્ટ પ્રોગ્રામ, ડીજીટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ,પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, નેશનલ હેલ્થ મિશન, સર્વ શિક્ષા અભિયાન, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, મીડ ડે મીલ સ્કીમ, ડીજીટલઇન્ડિયા પબ્લિક ઇન્ટરનેટ એક્સેસ પ્રોગ્રામ-પ્રોવાઇડ કૉમન સર્વિસ, મનરેગા યોજના, દિનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રીઆવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના સહિત જિલ્લામાં અમલી વિવિધ યોજનાઓની સૂક્ષ્મ ચર્ચા હાથ ધરી, ઉપયોગીમાર્ગદર્શન પુરૂ પાડયુ હતું.

 

          કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી દિશાના આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુરાવ ચૌર્યા સહિત જુદી જુદી સમિતિઓનાચેરમેનશ્રીઓ, તાલુકા પંચાયતના અધ્યક્ષો વિગેરેએ ચર્ચામાં ભાગ લઇ ઉપયોગી સૂચનો રજુ કર્યા હતા.બેઠકમાં જિલ્લાના તમામ વિભાગોનાઉચ્ચાધિકારીઓએ ઉપસ્થિત રહી, જરૂરી વિગતો પુરી પાડી હતી.