ડાંગ

 ડાંગ દરબારના ઐતિહાસિક લોકમેળાના ઉદ્‍ધાટન સાથે આજે, ડાંગના માજી રાજવીશ્રીઓ, અને તેમના ભાઉબંધો તથાનાયકોને, રાજ્યના નામદાર રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીના હસ્તે, બા અદબ વાર્ષિક પોલિટિકલ પેન્શનનું વિતરણ કરાશે.

 

        ડાંગ કલેક્ટોરેટ દ્વારા મળેલ વિગતો અનુસાર આજે ડાંગના પાંચ રાજવીશ્રીઓ (૧) શ્રી કિરણસિંગ યશવંતરાવ પવાર-ગાઢવી રાજને વાર્ષિક રૂા.૯૫,૪૧૨/-, (ર) શ્રી ભવરસિંગ હસુસિંગ-આમાલા (લીંગા) રાજને રૂા.૭૨,૦૩૬/-, (૩) શ્રીધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી-વાસુર્ણા રાજને રૂા.૫૮,૪૪૦/-, (૪) શ્રી તપતરાવ આનંદરાવ પવાર-દહેર રાજને રૂા.૬૪,૯૫૬/-તથા (પ) શ્રી ત્રિકમરાવ સાહેબરાવ પવાર-પીંપરી રાજને વાર્ષિક રૂા.૭૮,૪૩૨/-નું પોલિટિકલ પેન્શન એનાયત કરાશે. આમ,આજે ડાંગના પાંચ માજી રાજવીશ્રીઓને કુલ વાર્ષિક રૂા.૩ લાખ, ૬૯ હજાર, ૨૭૬/નું  સાલિયાણું નામદાર રાજ્યપાલશ્રીસહિતના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરાશે.

 

        આ ઉપરાંત જિલ્લાના નવ નાયકો, અને ૬૬૮ ભાઉબંધાને પણ કુલ વાર્ષિક રૂા.૧૭ લાખ, ૬૧ હજાર, ૮૨૨/-નુંસાલિયાનું મહાનુભાવોના હસ્તે અર્પણ કરાશે.       આમ, ડાંગ દરબારના આ માનવંતા દરબારીઓ એવા માજી રાજવીશ્રીઓ, નાયકો, તેમના ભાઉબંધો વિગેરેને કુલ રૂા.ર૧લાખ, ૩૧ હજાર, ૦૯૮/-નું પોલિટિકલ પેન્શન એનાયત કરાશે.

 

        ઉલ્લેખનિય છે કે, ડાંગમાં પાંચ રજવાડાઓ ગાઢવી, આમાલા (લીંગા), વાસુર્ણા, દહેર અને પીંપરી ઉપરાંત કીરલી,શીવબારા, ચીંચલી, અવચાર, પોળસવિહીર, પીપલાઇદેવી, વાડયાવન, બીલબારી અને ઝરી ગારખડીના ભાઉબંધોને પણ, ડાંગજિલ્લાની પરંપરા અનુસાર વાર્ષિક સાલિયાણું એનાયત કરવામાં આવે છે.