ડાંગ

 આજથી એટલે કે તા.રપમી ફેબ્રુઆરી થી તા.ર૮મી ફેબ્રુઆરી, ૨૦૧૮ દરમિયાન ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આયોજિત કરાયેલા,ડાંગ દરબારના ભાતિગળ લોકમેળામાં ઉમટતી હજ્જારોની જનમેદનીની સુરક્ષા, અને સલામતી માટે ડાંગ પોલીસ ફૉર્સ દ્વારા રાઉન્ડ ધ ક્લૉકચૂનંદા પોલીસ જવાનોની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

 

          ડાંગ દરબારના લોકમેળામાં પ્રજાકિય જાનમાલની સલામતિ તથા સુરક્ષા સૂપેરે જળવાઇ રહે, અહીં એકઠી થતી ભીડમાં કોઇપણપ્રકારની અનિચ્છનિય ધટના ન બને તે માટે અગમચેતીના ભાગરૂપે, ડાંગ પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર મેળા ઉપર ચાંપતીનજર રાખવામાં આવી રહી છે.

 

          ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી અજીત રાજ્યાણની સીધી નિગરાની હેઠળ આહવાના આ લોકમેળામાં બે ડી.વાય.એસ.પી.કક્ષાનાઉચ્ચાધિકારીઓને તૈનાત કરાયા છે. આ ઉપરાંત અહીં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર, ૧૮ જેટલા સબ ઇન્સ્પેક્ટર, ૯૦ પોલીસ જવાનો, એસ.આર.પી.નાજવાનો સહિત હથિયારધારી કાફલો, અને ૬૦ જેટલા હોમગાર્ડ્‍સના જવાનો પણ બંદોબસ્તમાં જોતરવામાં આવ્યા છે.

          ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સહિત અહીં પ્રજાકિય જનજાગૃતિ માટે પોલીસ ફૉર્સ દ્વારા હથિયાર પ્રદર્શન સહિત સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ દ્વારા,સામાજિક કુરિવાજો જેવા કે બાળ મજૂરી, બાળ લગ્ન, અંધશ્રદ્ધા અને વ્યસન જેવા વિષયે વ્યાપક જનજાગૃતિ કેળવવા માટેના કાર્યક્રમોનું પણઆયોજન કરવામાં આવ્યું છે.

          ડાંગ પોલીસના જણાવ્યા અનુસાર ડાંગ દરબારનો આ ઐતિહાસિક લોકમેળો વધુ લોકભોગ્ય બની શકે, મેળામાં આવતા પ્રજાજનોકોઇપણ જાતના ડર, ગભરાટ કે ચિંતા વિના મેળાનો આનંદ માણી શકે તે માટે તૈનાત પોલીસ ફૉર્સ દ્વારા, ંસધન સુરક્ષા વ્યવસ્થા જાળવવામાંઆવી રહી છે.

 

          ગુજરાત સરકારની દારૂબંધીની નવી નીતિની પણ અહીં કડક અમલવારી થઇ શકે તે માટે પોલીસ કાર્યવાહીની સૂચના આપવામાં આવીછે. આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે વિશેષ તકેદારી સાથે, ડાંગ પોલીસ ફૉર્સ મહિલાઓ, યુવતિઓની છેડતી કરતા રોડ રોમિયો સામે પણકડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.