બનાસકાંઠા

પોલીસનું કાર્ડ બતાવી લૂંટના પ્રયાસ કરવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વાહનમાં આવેલા શખ્સોએ રાજસ્થાનથી પૂના જતાં કારને ટક્કર મારીને લૂંટનો ચોંકાવનારો બનાવ સામે આવતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં એક વાહનને આગ ચાંપી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

રાજસ્થાનથી એક રાજસ્થાની વ્યક્તિ પૂના જઈ રહ્યો હતો. ત્યારે ડીસાના કુચાવાડા પાસે તેની ગાડીનો અકસ્માત સર્જીને લૂંટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ લોકોના ટોળા ઉમટી પડતાં ગાડીને સળગાવીને બે શખ્સ ફરાર થઈ ગયા હતા. મામલો ઉગ્ર બનતાં આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. કોઈ છે મામલે ડીસા તાલુકા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.