ભરૂચ

આમોદના ચકલાદ ગામથી આઇસર ટેમ્પો અને પિકઅપવાન સહિત અખાદ્ય ગોળ પોલીસે ઝડપી પાડયો હતો.જેને પગલે ભાજપ અગ્રણી છેલ્લા બે દિવસ થી પોલીસ મથકમાં ધામા નાંખતા અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે.પોલીસ તપાસમાં સદર શંકાસ્પદ જથથો ભાજપી આગેવાનના ભાઈ નો હોવાનુ બહાર આવ્યુ છે.

આમોદ પોલીસે ગતરોજ ચકલાદ ગામેથી બાતમીના આધારે અખાદ્ય ગોળના 192 ડબ્બા કબ્જે લીધા હતા.જેમાં પોલીસે વધુ તપાસ કરતા બિલ જોતા સદર માલ ચકલાદ ના ઠાકોર અમરસંગ પઢીયાર નો હોવાનુ બહાર આવ્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે કબ્જે લેવાયેલી પિકઅપવાન ભાજપ  અગ્રણીની હોય અને અખાદ્ય ગોળનો જથ્થો તેમના ભાઈનો હોવાથી છેલ્લા બે દિવસ થી પોલીસ મથક ના આંટાફેરા મારી રહ્યા છે.ત્યારે પોલીસ તપાસના ચક્રો ગતિમાન તેજ બનાવશે કે પછી ભીનું સંકેલાઈ જશે એ તો આવનારો સમય જ બતાવશે.ચકલાદ ના ગોળ પ્રકરણમાં આમોદ તાલુકાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.જ્યારે બિલમાં 358 ડબ્બાનો ઉલ્લેખ હોઈ બાકીના ગોળના ડબ્બા ક્યાં ગયા એ તપાસનો વિષય : અખાદ્ય ગોળની નિષ્પક્ષ તપાસ થશે કે કેમ?

આમોદ ના ચકલાદ ગામે થી ઝડપાયેલ અખાદ્ય ગોળ ચકલાદ ના ઠાકોર પઢીયાર નો હોવાનુ બહાર આવ્યુ છે.જેઓ આમોદ તાલુકાના ભાજપ અગ્રણી ના ભાઈ હોવાથી પોલીસ પર ઉપર થી રાજકીય દબાણ લાવી કેસને ઢીલો પાડી દેશે ની લોક ચર્ચાએ જોર પકડયુ છે.ત્યારે પોલીસ  નિષ્પક્ષ તપાસ કરશે કે કેમ?તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

ઇરફાન પટેલ 

 આમોદ