અમદાવાદ

અમદાવાદ :અમદાવાદ ના સાયન્સ સીટી રોડ પર આવેલી એસ એસ ડીવાઈન સ્કુલ ખાતે તા. ૧૦ અને ૧૧ માર્ચ ૨૦૧૮ દરમિયાન સાયન્સ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. જેમાં 1485 વિદ્યાર્થી ભાગ લેશે. સાયન્સ ફેર માં વિજ્ઞાન સંસ્કૃતિ ભાષા સહિતના વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓ દ્વારા ક્રુતિ રજુ કરાશે. વિદ્યાર્થીઓ માં રહેલી ટેલેન્ટ ને બહાર લાવવા અને તેમનામાં આત્મ વિશ્વાસ નો સંચાર કરવા માં વિજ્ઞાન મેળો મહત્વપુર્ણ સાબિત થશે.  વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહિત કરવા ઈનામ આપવામાં આવશે. તેજસ્વી વિદ્યાર્થી માં રહેલી શક્તિ બહાર લાવવા અને વિદ્યાર્થી માં ધગશ ઉત્સાહ વધે અને દેશના વિકાસમાં મહત્વપુર્ણ ભુમિકા ભજવે તે ઉદ્દેશ છે. વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહિત કરવા તેમના માતાપિતા ને શાળા ના સંચાલક દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

ધીરજ પટેલ. સોલા.

અમદાવાદ.