ભરૂચ

ઝગડિઆ તાલુકાના રાજપારડી નગરમાં રમતગમત યુવા તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને ભરૂચ જીલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર ઉદેપુર દ્વારા યાત્રા  પશ્ર્શ્રિમલાપ કાયઁકમનુ આયોજન કરાયુ હતુ જેમા ગુજરાત,રાજસ્થાન,મહારાષ્ટ્ર,દીવ દમણ,ગોવા,જેવા રાજ્યોમાંથી પધારેલા 100 થી વધુ કલાકારોએ  વિવિધ સાંસ્કૃતિક કાયઁક્રમો રજુ કરતા રાજપારડીના નગરજનો મંત્રમુગ્ધ બન્યા હતા અને વિવિધ રમતગમત સાંસ્કૃતિક કાયઁક્રમનો લ્હાવો લીધોહતો સાંસ્કૃતિક કાયઁક્રમોમાં રાજસ્થાનના કલાકારે પોતાના માથાપર સ્ટીલના ગ્લાસ પર 8 જેટલા માટલાઓ ગોઠવીને સંતુલન જાળવીને નૃત્યની સાથે કાંચના ટુકડાઓ પર ચાલવુ સ્ટીલની થાળીની ધારો પર નૃત્ય કરવુ જેવા કરતબો રજુ કર્યા હતા અન્ય એક રાજસ્થાનની કાલબેલીયા જાતિના મહિલા કલાકારોએ રંગબેરંગી વેશભૂષામાં કાલબેલીયા નૃત્ય રજુ કર્યું હતુ આ જાતિની મહિલાઓનો મુખ્ય વિષય સપઁ પકડવાનો તેમજ તહેવારોના સમયે વિશેષ નૃત્ય કરવાની કળા જાળવી રાખીછે મધ્યપ્રદેશની કલાકારોની ટીમ દ્વારા રાઇ નામનુ નૃત્ય રજુ કર્યું હતુ આ નૃત્ય ઉત્તરપ્રદેશના બુંદેલખંડ વિસ્તારનુ પારંપારિક અને લોકનૃત્ય તરીકે ઓળખાયછે આ નૃત્યમાં મહિલાઓ માથા ઉપર ઘૂંગટ રાખીને નૃત્ય કરેછે મહારાષ્ટ્રથી આવેલી મહિલા કલાકારોએ મહારાષ્ટ્રનુ સૌથી લોકપ્રિય લાવણી નૃત્ય રજુ કર્યું હતુ ગુજરાતના વિવિધ કલાકારોએ કેરવાનો વેશ તલવાર રાસ જેવા સાંસ્કૃતિક કાયઁક્રમો રજુ કર્યા ગુજરાતના કલાકારે કેરવાનો વેશ સાંસ્કૃતિક કાયઁક્રમમાં કલાકારે નૃત્યની સાથે કપડા વડે મોર કબુતર જેવા પક્ષીઓની આબેહૂબ રચના કરતા નગરજનો આશ્ચર્ય ચકિત થયા હતા ગોવાના કલાકારોએ સમઇ નામનુ નૃત્ય રજુ કર્યું હતુ પશ્ર્શ્રિમલાપ કાયઁકમ ભરૂચ જીલ્લામાં આઠ જેટલા સ્થળોએ યોજવામાં આવનારછે અત્રેના આયોજીત કાયઁક્રમમાં ઝગડિઆ મામલતદાર રાજવંશી,તલાટીઓ,શાળા પરિવાર,ભરૂચ રમતગમત કચેરીના અધિકારીઓ ઉપસ્થિતિ રહયા હતા.