સુરત

સુરત : બીટકોઈન બિલ્ડર શૈલેશ ભટ્ટ પ્રકરણ મામલો

અમરેલીના પીઆઈ વતી રૂપિયા લેવા આવનાર ઇકબાલ પર IT ની નજર..

ઇકબાલ હાથમાં આવે તો અનેક ખુલાસા

થાય તેવી સંભાવના..

અમરેલી પીઆઈએ સુરતની આંગડીયા પેઢીમાંથી રૂપિયા લેવાનું કહ્યું હતું 

શૈલેષ દ્વારા પોતાના 20૦ બિટકોઈન ટ્રાન્સફર કર્યા તેની તપાસ આયકર વિભાગ કરશે..

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી 

બીટકોઈનના નામે રૂપિયા 17 કરોડ

પડાવી લેવાનો આરોપ વિડીયો માં કરાયો છે..

આ પ્રકરણમાં સુરત આઇટી એક્ટિવ થયા બાદ હવે ગમે ત્યારે અધિકારીઓ બિલ્ડરને સમન્સ આપીને તેનું સ્ટેટમેન્ટ લઇ શકશે...

બિલ્ડરે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં આપેલી અરજીમાં રૂપિયા 12 કરોડના 20૦ બીટકોઈન ટ્રાન્સફર કર્યા હોવાની માહિતી આપવામાં આવી છે...

દરમિયાન, અમરેલી પીઆઇએ સુરતના એક આંગડિયા પાસે રૂપિયાનો હવાલો પાડયો હતો અને ઉઘરાણી માટ ઇકબાલ નામનો વ્યક્તિ આવવાનો હોઇ, હવે 

તપાસની દિશા સુરતના ઇકબાલ 

તરફ પણ કેન્દ્રિત થઈ ...

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ દ્વારા પોલીસ અને સીબીઆઇની સામે ગંભીર આક્ષેપ કરાયા હતા.

જેમાં અમરેલીના પીઆઇ અનંત 

પટેલ દ્વારા 200 બીટકોઈન ટ્રાન્સફર 

કરાવી લેવાની પણ વાત હતી. 

આ બાબત સુરત આઇટીએ પકડી લીધી હતી અને તે દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે..

સમગ્ર પ્રકરણમાં સુરતના એક ઇકબાલ નામના વ્યક્તિનું પણ નામ આવી રહ્યું

છે. આ ઇકબાલ એ જ વ્યક્તિ છે જે અમરેલીના પીઆઈએ સુરતની આંગડિયા 

પેઢીમાંથી હવાલાના રૂપિયા લેવા આવવાનો હતો. 

હવે સવાલ એ ઊભો થાય છે કે અમરેલીના પીઆઇ અને આ ઇકબાલ વચ્ચે શું સંબંધ છે.તેની પણ તપાસ કરવામાં આવશે..