નર્મદા

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના રાજપીપલા મુખ્યમથકે આજે બેટી બચાવો – બેટી પઢાવો થીમ આધારિત યોજાયેલી મહિલા જાગૃત્તિ રેલીને નાંદોદ બ્લોક હેલ્થ કચેરી પાસેથી જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ  ઝંડી ફરકારવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી નિનામા સાથે આ રેલીમાં અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામિતઆઇસીડીએસના જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી આર.આર. ભાભોર સહિત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના તબીબો, આશાવર્કર બહેનો, ફિમેલ હેલ્થ વર્કર સહિતની અન્ય મહિલાઓ પણ તેમાં જોડાયાં હતાં.

        નાંદોદ બ્લોક હેલ્થ કચેરી ખાતેથી પ્રારંભાયેલી આ મહિલા જાગૃત્તિ રેલીમાં બેટી બચાવો – બેટી પઢાવો, સ્ત્રી ભૃણ હત્યાને અટકાવો – બેટી વધાવો, દિકરા-દિકરીનો સમાન રીતે સ્વીકાર કરો, દિકરીને સમાન તક આપો અને ભણાવો, એક બાળકનું ધ્યેય મહાન – દિકરો દિકરી એક સમાન વગેરે જેવા પ્લેકાર્ડ-બેનર્સ સાથેની આ રેલી બસ ડેપો થઇ સ્ટેશન રોડ થઇ સરદાર ટાઉન હોલ ખાતે પહોંચી હતી જ્યાં રેલીનું સમાપન થયું હતું અને આ રેલી મહિલા સંમેલન કાર્યક્રમના રૂપમાં ફેરવાઇ હતી.

રિપોર્ટ :

 દીપક જગતાપ ,રાજપીપળા