ભરૂચ

ઝગડિઆ તાલુકાના રાજપારડી ગામે મુખ્ય બજારમાં આવેલી SBI બેંકમાં કેશીયર તરીકે ફરજ બજાવતા નવિનકુમાર ઇશ્વરભાઇ બૈરાગીની બાઇક હિરો હોન્ડા સ્પલેન્ડર પ્રો એપ્રિલ 2013ના મોડલની તા.19 ફેબ્રુઆરીના દિવસે કોઇક તસ્કરે ઉઠાંતરી કરી હોવાની ફરિયાદ રાજપારડી પોલીસ મથકે નોંધાવા પામીહતી જેના અનુસંધાનમાં પોલીસે સી.સી.ટી.વી.ફુટેજ તેમજ અન્ય ખાનગી રાહે તપાસ આરંભી હતી સી.સી.ટી.વી.ફુટેજોના આધારે મળેલી માહિતિના આધારે પોલીસે તા 6 માચઁના રોજ પી.એસ.આઇ.સરવૈયા,હે.કો નિકુલભાઇ,પો.કો.વિક્રમભાઇ,પો.કો. તનવીરભાઇ,વિગેરે પોલીસ જવાનોએ ટીમ બનાવીને પી.એસ.આઇ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ ગામ ઉતાવલી તા.સોંદવા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ ખાતે વોચ ગોઠવીને તપાસ કરતા ઉઠાંતરી થયેલ બાઇક તેમજ બાઇકની માસ્ટર ચાવી સહિતનો મુદ્દામાલ હસ્તગત કરેલછે અને બાઇકની ઉઠાંતરીમાં કાયદાના સંઘર્ષમાં આવેલા એક નાની વયના કિશોરને જુવેનાઇલ એકટ 2015ની કલમ મુજબ ડીટેઇન કરાયો હતો  જોકે પોલીસે બાઇકની ઉઠાંતરી કરવામાં હજુ મુખ્ય સુત્રધાર તેમજ સહ આરોપી પોલીસ પકડથી દુર હોઇ તેઓને ઝડપવા પોલીસે કવાયત હાથધરીછે

 

તસવીર રફિક ખત્રી રાજપારડી