અમદાવાદ

ધંધુકા તાલુકા માં કુલ ૮૮ બુથ બનાવી ૧૯૬૬૪ બાળકો ને રસી પીવડાવવા માં આવનાર છે તેમજ ધોલેરાતાલુકા માં ૫૦ બુથ બનાવી ૯૫૭૬ બાળકો ને રસી પીવડાવવામાં આવનાર છે.
ધંધુકા તાલુકા હેલ્થ ઓફીસર ડો.દિનેશ પટેલ ના માર્ગદર્શન મુજબ ધંધુકા તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડાળા, વાગડ, આકરું, અને અર્બન તેમજ ધોલેરા તાલુકા ના પીપળી, ધોલેરા, ભડિયાદ સેજાના દરેક ગામો માં બુથ બનાવી વિસ્તાર ના ૦ થી ૫ વર્ષના બાળકો ને રવિવાર ના રોજ પોલીયો રસી ના બે ટીપા પીવડાવવા માં આવ્યા હતા આ મહા પર્વ એવા પોલીઓ રસીકરણ ના ભગીરથ સેવા યજ્ઞ માં તાલુકા હેલ્થ ઓફીસર ડો.દિનેશ પટેલ, ડો.રાકેશ ભાવસાર, ડો.સિરાજ દેસાઈ, ડો.રીયાઝ જુલાયા, ડો.યોગેન્દ્ર રાઠોડ, આર.બી.એસ.કે આયુષ ડોક્ટર, આરોગ્ય સ્ટાફ, સ્વયંસેવકો વિગેરે દ્વારા પોલીયો ના ટીપા પીવડાવવા ના  ભગીરથ પ્રયાસો કર્યા હતા.
ધંધુકા તાલુકા ના ખસ્તા ગામે પોલીયો બૂથ નું ઉદઘાટન તાલુકા ભાજપ પ્રમુખ સહદેવસિંહ ગોહિલ દ્રારા કરવામાં આવેલ. આ પ્રસગે તેમણે જણાવ્યું હતું કે સરકાર અને આરોગ્ય વિભાગ દ્રારા સતત અને સઘન સ્રીકરણ દ્રારા પોલીયો રહિત વિસ્તાર બની રહે તે માટે વિસ્તાર ના લોકો દ્રારા દરેક બાળક ને દરેક વખતે પોલીયો ના બે ટીપા પીવડાવવા જોઈએ. 
તાલુકા હેલ્થ ઓફીસર ડો.દિનેશ પટેલે જણાવ્યું હતું કે ધંધુકા તાલુકા માં ૮૮ બુથ અને ૩ ટ્રાન્ઝીટ ટીમ અને ધોલેરા તાલુકા માં ૫૦ બુથ અને ૩ ટ્રાન્ઝીટ ટીમ દ્રારા કામગીરી હાથ ધરાઈ  હતી તેમજ આ મહા અભિયાન સતત ત્રણ દિવસ ચાલુ રાખી કુલ ધંધુકા તાલુકા માં ૧૯૬૬૪ અને ધોલેરા તાલુકા માં ૯૫૭૬ બાળકો ને પોલીયો ની રસી પીવડાવામાં આવનાર છે. 
આકરું આયુષ મેડીકલ ઓફીસર ડો.સિરાજ દેસાઈ એ જણાવ્યું હતું કે આરોગ્ય કાર્યકર્તાઓ, આશા બહેનો, આગણવાડીi બહેનો, વગેરે દ્રારા ધંધુકા-ધોલેરા તાલુકા ના દરેક ગામ માં બુથ ઉપર બાકી રહેલા તમામ બાળકો ને ઘેર ઘેર જઈ આરોગ્ય ટીમ દ્રારા ૦ થી ૫ વર્ષ સુધી ના તમામ બાળકો ને રસી પીવડાવવા માં આવનાર

ધીરજ પટેલ. સોલા.

અમદાવાદ.