વલસાડ-વાપી

વલસાડ :- વાપી ઔદ્યોગિક વિસ્તારમાં ક્લિપકો નામની કંપનીના ૩૫૦ જેટલા કર્મચારીઓએ આજે લેબર કમિશ્નર સમક્ષ કંપની તરફથી અપાતા ઓછા પગાર અને ડીએ મુદ્દે રજૂઆત કરી હતી 

વાપી ઔદ્યોગિક વિસ્તારમાં ફર્સ્ટ ફેઇઝમાં આવેલી ક્લિપકો કંપનીમાં આસપાસના વિસ્તારોના ૩૫૦ જેટલા કર્મચારીઓ કામ કરે છે જેઓને છેલ્લા ત્રણ ચાર વર્ષથી કંપની સંચાલકો દ્વારા નયમોનુસાર પગાર તેમજ ડેઇલી એલાઉન્સ અપાતુ ના હોય કંપની સંચાલકો પોતાની મનમાની કરતા હોવાની રાવ સાથે લેબર કમિશ્નરની ઓફીસે પંહોચી રજૂઆત કરી હતી

કંપનીના કર્મચારી મહેશ પટેલ અને વિકાસ યાદવે વિગતો આપી હતી કે કંપની સંચાલકો દ્વારા થતી મનમાનીને લઇને અમે અમારા પરીવારનું ભરણપોષણ કરી શકતા નથી કંપની દ્વારા ડીએ ઓછુ આપવામાં આવે છે પગાર પણ ઓછો મળે છે તેમા પણ ક્યારેક કામ ૧૨ કલાકનું હોય ક્યારેક ૮ કલાકનું હોય પુરતો પગાર મળતો નથી. કંપની દ્વારા તમામ વર્કરને યુનિફોર્મ પણ અપાતો નથી એ માટે અમે ૩૫૦ જેટલા કર્મચારીઓએ આજે કંપનીને તાળાબંધી કરી લેબર ઓફીસમાં રજૂઆત કરી છે. 

જ્યારે આ સંદર્ભે કંપનીના સંચાલક મનોજભાઇ, પ્રવિણભાઇ અને કંપની સુપરવાઇઝર સુનિલ મંડલે જણાવ્યું હતુ કે કંપની સરકારના નિયમોનુસાર જ પગાર ચૂકવણું કરે છે તે માટે તમામ રેકર્ડ પણ કંપનીમાં ઉપલબ્ધ છે દરેક કર્મચારીને પે સ્લિપ આપવામાં આવે છે. દિવાળી સમયે ૨૦ ટકા બોનસ પણ આપવામાં આવે છે પરંતુ બે પાચ સ્થાનિક લોકોને કંપનીમાં કામ નથી કરવુ માત્ર દાદાગીરી કરી પૈસા લેવા છે માટે તમામ કર્મચારીઓને ચડામણી કરી કામ બંધ કરાવ્યુ છે પરંતુ અમે નિયમોનુસાર પગાર ચૂકવણું તેમજ ડીએ આપીએ છીએ 

ઉલ્લેખનીય છે કે વાપી ઔદ્યોગિક વસાહતમાં આવેલી અનેક કંપનીઓમાં અવારનવાર પગાર અને અન્ય સુવિધાઓ કંપની સંચાલકો દ્વારા પુરી પડાતી ના હોવાની રાવ ઉઠતી જ રહી છે ત્યારે આ કંપનીમા કર્મચારીઓએ કરેલો વિરોધ અને કંપની સંચાલકોની નિયમોનુસારની વાતમાં કેટલુ તથ્ય છે તે લેબર કમિશ્નર દ્વારા યોગ્ય તપાસ થશે તો જ બહાર આવશે