મહીસાગર

પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત સંતરામપુર તાલુકામાં આવેલ મહુડી ફળિયા પ્રાથમિક શાળામાં ઝીરો થી પાંચ વર્ષ ના બાળકોને ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરના હસ્તે પોલિયોની રસી પીવડાવવાનો કાર્યકમ યોજવામાં આવ્યો.     આ કાર્યક્રમમાં સંતરામપુર તાલુકાના બ્લોકહેલ્થ ઓફિસર એલ.એન.વણકર ના જણાવ્યાં પ્રમાણે તાલુકાના 12 પી.એચ.સી.સેન્ટર સાથે 170 બુથો બે ટ્રાન્ઝીક્ટર તેમજ ત્રણ મોબાઇલ ટીમ ધ્વારા ઝીરો થી પાંચ વર્ષ ના કુલ.28,330 બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી.     આ સરકારી કાર્યક્રમ ને સફળ બનાવવામાં, મેડિકલ ઓફિસર, ડોક્ટરો,જનરલ નર્સિંગ ની બહેનો ,આશા વર્કર બહેનો, આંગણવાડી બહેનો એ ખડેપગે ફરજ બજાવી હતી.