વલસાડ-વાપી

આજ થી શરૂ થયેલ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ ની પરીક્ષા ઓ શાંતિ પૂર્ણ માહોલ માં આરંભ થઇ  વલસાડ જિલ્લામાં કુલ 63253 વિધાર્થી બોર્ડ ની પરીક્ષા આપવા માટે બેઠા હતા વલસાડ જિલ્લા ના દરેક કેન્દ્રો ઉપર સવારે પેપર ના સમય કરતા 30 મિનિટ વહેલા વિધાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને દરેક સ્કૂલ ના ગેટ ઉપર વિધાર્થીઓ ને મીઠું મોઢું કરાવી ને પ્રવેશ આપવા માં આવ્યો હતો 

 

આજ થી વલસાડ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષા નો પ્રારંભ થયો હતો વલસાડ જિલ્લા માં ધોરણ 10 ના 42083,ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના 14210,ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહ ના 6960,વિધાર્થી ઓ પરીક્ષા આપવા માટે નોંધાયા હતા જયારે જિલ્લાના 43 કેન્દ્રો માં167 બિલ્ડીંગ સુપર વાઇઝર 2226 ,3 જોનલ અધિકારી ,555 પટ્ટાવાળા,178  વહીવટી ,167 સ્થળ સંશાલક,168 સરકારી પ્રતિનિધિ ઓ ફરજ માં જોડાયા છે જયારે સંઘ પ્રદેશ ની વાત કરીયે તો દમણ અને વાપી ના ધોરણ 10 અને 12 ના 22430 કુલ વિધાર્થીઅને દાદરા નગર હવેલી ના ધોરણ 10 ના 306 બ્લોક પર 8915 વિધાર્થી ,ધોરણ 12 ના સામાન્ય પ્રવાહ ના 174 બ્લોક પર 2220 વિધાર્થી અને ધોરણ 12 વી.પ્રવાહના 26 બ્લોક 468 વિધાર્થી પરીક્ષા આપશે

દમણમાં ઘોરણ ૧૦ માં ૨૫૭૬ વિદ્યાર્થીઓ,  ૧૨ સામાન્ય પ્રવાહમાં ૭૮૬ સાયન્સમા ૪૧૫ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપી હતી બપોરે 2 વાગ્યે આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા માટે વાપી ના સેટ ફ્રાન્સિસ સ્કૂલ માં ધોરણ 12 સાયન્સ ના વિધાર્થી ઓ ના હસ્તે માં સરસ્વતી ના તસ્વીર આગળ દીપ પ્રાગટ્ય કરાવી તેમને સાંકર વડે મીઠું મોં કરાવી ને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસન્ગે સ્કૂલ ના આચાર્ય નારાયણ કુટ્ટી એ જણાવ્યું કે વિધાર્થી ઓ શાંતિ પૂર્ણ માહોલ માં પરીક્ષા આપી શકે તે માટે ની  સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે દરેક વિધાર્થી ને તેમને શુભેચ્છા ઓ આપી હતી