ગીર સોમનાથ

ગીર સોમનાથ ના ઉના તાલુકા ના મોઠા દુધાળા અને સિમર ગામના 52 જેટલા દલિત ખેડૂતો અને મહિલાઓ છેલા 4 દિવસ થી ઉના ના ત્રિકોણ બાગ ખાતે આમારણ્ત ઉપવાસ આંદોલન પર બેસ્યા છે

આંદોલન ના 4 દિવસે 5 લોકો ની તબિયત લથડતા ઉના ની સરકારી હોસ્પિટલ મા ખસેડાયા છે

છેલા બે દિવસ મા 8 જેટલા ખેડૂત અને મહિલાઓ ની તબિયત લથડતા ઉના સરકારી હોસ્પિટલ ખસેડાયા છે

શા માટે દલિત ખેડૂતો ઉપવાસ આંદોલન પર બેસ્યા ?

દાયકાઓ પહેલા ઉના ના મોઠા દુધાળા અને સિમર ગામના 52 જેટલા ખેડૂતો ને સરકાર દ્વારા સાથણી ની જમીન ખેડી ખાવા આપી હતી

પરંતું વર્ષ 2015 મા આ જમીન ને  શરત ભંગ અંતર્ગત  સરકારે ખાલસા કરાવી હતી. જેને લય દલિત સમાજ મા ભારે રોષ ભભુક્યો હતો

વારંવાર સરકાર ને આવેદન આપવા છતાં નક્કર નિકકાલ.ન આવતા અને દલિત ખેડૂતો ની માગ ન સનતોષતા 52 જેટલા ખેડૂતો ઉના ના ત્રિકોણ બાગ ખાતે જમીન પરત કરવાની માનગ સાથે આમરાંત ઉપવાસ પર બેસ્યા છે

રીપોર્ટ - ભરતસિંહ જાદવ - ગીર સોમનાથ ​