વલસાડ-વાપી

વાપી :- કપરાડાના બુરવડ ગામે પ્રાથમિક શાળાના ૪૧૧ જેટલા વિધાર્થીઓને વર્ષ  ૨૦૦૬ થી   કાચા મકાન અને પતરાના શેડ નીચે અને ચર્ચના ઓટલે બેસી અભ્યાસ કરાવવો પડે છે જે અહેવાલ  બાદ વન અને આદિજાતી મંત્રી રમણભાઇ પાટકરે આ અંગે ખાસ નોંધ લીધી હતી અને જણાવ્યુ હતુ કે આગામી બે ત્રણ દિવસમાં તેઓ જાતે કપરડાના બુરવડ ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લેશે અને ઓરડા સહીતની જે પણ જરૂરીયાત હશે તે પુરી પાડવામાં આવશે આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી તેમજ સરકારમાં પણ રજૂઆત કરશે તેવું મંત્રીએ જણાવ્યું હતું. 

તેમજ વધુમાં મંત્રી રમણભાઇ પાટકરે જણાવ્યું હતુ કે જિલ્લામાં કોઇપણ સ્થળે અપુરતા ઓરડા, પીવાના પાણીની કે ટોયલેટની જે પણ જરૂરીયાત હશે તે માટે પણ માહિતી મેળવી તે તમામ જરૂરીયાત મારી તેમજ અન્ય સરકારી ગ્રાન્ટ થકી પુરી પાડવામાં આવશે

ઉલ્લેખનીય છે કે તારીખ ૧૦મી માર્ચના ઇટીવી ભારતના પોર્ટલ  પર કપરાડા તાલુકાના બુરવડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ૪૧૧ બાળકો સામે માત્ર ત્રણ જ ઓરડા હોવાને કારણે વર્ષ ૨૦૦૬ એટલે કે ૧૨ વર્ષથી  ત્રણ જેટલા વર્ગ ના વિધાર્થીઓને કાચા ઘર પતરા ના શેડ  ચર્ચના ઓટલા ઉપર બેસીને મજબૂરીવશ આભ્યાસ કરવાની ફરજ પડી રહી છે તો કાચા મકાનમાં વિધાર્થી ઓ ને બેસાડી ને આભ્યાસ કરવા માટે મકાન નું ભાડું પણ ખુદ શિક્ષકો આપી રહ્યા છે તે અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો.

કપરાડા તાલુકાના બુરવડ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી લઇ ને ધોરણ ૮ સુધીના કુલ ૪૧૧ વિધાર્થી ઓ અભ્યાસ કરે છે જેમાં ધોરણ ૩ ,ધોરણ ૨ અને ધોરણ ૫ આમ ત્રણ વર્ગના વિધાર્થી માટે ઓરડા ની સુવિધા ના હોવાથી હાલ માં ધોરણ ૫ ગામ ના જ એક અગ્રણીના ખાનગી કાચામાં મકાનમાં બેસડવામાં આવી રહ્યા છે અને આ મકાન નું માસિક ભાડું ૬૦૦૦ રૂપિયા ખુદ શિક્ષકો ચૂકવી રહ્યા છે તો ધોરણ ૩ ના કુલ ૪૭ વિધાર્થીઓ ને સ્કુલ ને અડી ને આવેલ ચર્ચના ઓટલા ઉપર બેસાડવામાં આવી રહ્યા છે તો ધોરણ ૨ ના ૪૧ જેટલા ભૂલકા ઓ ને સ્કુલ ના જ ઓરડા નજીકમાં પતરા નો ખુલ્લો શેડ પાડી ને તેમાં અભ્યાસ ક્રમ ચલાવવા માં આવી રહ્યો છે સ્કુલમાં ના તો કોઈ ટોયલેટ ની વ્યસ્થા છે કે ના તો કોઈ પ્રાથમિક સુવિધા છતાં બાળકોના ભવિષ્ય ને ધ્યાન માં રાખી ને શિક્ષકો દ્વારા ઓરડા ના હોવા છતાં તેમણે એક કાચા મકાન માં તો ચર્ચના ઓટલા ઉપર મજબૂરી વશ બેસવાની ફરજ પડી રહી છે