મહીસાગર

મહીસાગર જિલ્લામાં આવેલ સંતરામપુર તાલુકાના  સંતરામપુર થી ઝાલદડા સુધી નો પાકો ડામર રસ્તો છેલ્લા બે મહિનાથી કોનટ્રાક્ટર ધવરા એકાએક કામ બંધ કરી દેતા પ્રજા પરેસાન થઇ જાવા પામી છે. ઉંબેર ગામથી સરૂ કરી છેક આંબા ઝાલદડા સુધીનો આ પાકો ડામર માર્ગ કે જેમાં હકલી ગુણવત્તા નો ડામર, માટી અને ધૂળ મિક્સ વાળી કાપચી, અને મોટી ગ્રેવલ પાથરી, રોડ બનાવવામાં આવી રહયઓ તેમાં ક્વોલીટી કંટ્રોલના નિયમો મુજબ કામ કરવામાં નથી આવી રહ્યું તે વું સ્થનિક લોકો નું કહેવું છે.     સંતરામપુર થી સંતરોડ સુધીનો આ હાઇવે મારગ હોઈ સતત વાહનોની અવરજવર રહેતી હોઈ આ મારગ અધૂરાં કામને કારણે ધૂળિયો બની જાવા પામીયો છે, તકલાદી કામને કારણે રોડ ઉપર પાથરેલી કપચી અને રેતી ઉડવાનને કારણે વાહનો ને અકસ્માત નડે છે. જે બાબતે જિલ્લાનું નઘરોળ તંત્રનું પેટનું પાણી પણ હાલતું નથી!! જે કેટલે અંશે વ્યજબી ગણાય??? સ્થાનિક લોકો નું કહેવું છે કે બીમાર દર્દીઓ ને અમારે તાલુકા મથકે આવેલ મોટા દવાખાને લઈ જવા માં ભારે તકલીફો પડે છે તયારે કુંભકર્ણ ની નિદ્રામાં પોઢેલું આ સરકારી તંત્ર જાગશે ખરું કે પછી હોતા હૈ ચલતા હૈ ની નીતિ અપનાવશે તે એક પ્રશ્ન છે.      સુ સરકારી તંત્ર કોન્ટ્રાકટર સામે  પગલાં ભરસે ખરું? શું બંધ પડેલું કમ વહેલી તકે ચાલુ થશે ખરું? આવા અનેક પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.                બાઈટ:- 3 છે                 રિપોર્ટર :-  અમીન કોઠારી, સંતરામપુર, જી. મહિસાગર.