રાજકોટ

આજરોજ ઉપલેટા શહેરમાં આવેલ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ શેઠ ટી. જે. કન્યા વિદ્યાલય ખાતે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર વર્ષે જૂન માસમાં શાળાની શરૂઆત દરમિયાન અલગ-અલગ સમિતિઓ રચવામાં આવે છે. જેમાં સાહિત્યસમિતિ, મનોરંજન સમિતિ, રમતગમત સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. આ સમિતિઓની રચના કર્યા બાદ દરેક સમિતિ જેમકે સાહિત્યસમિતિ એ નિબંધ સ્પર્ધા, લેખન સ્પર્ધા વગેરે સ્પર્ધા અને મનોરંજન સમિતિ દ્વારા નાટક, ગીત, નૃત્ય રાસગરબા તેમજ રમત-ગમત સમિતિ દ્વારા ખોખો, જુડો, લીંબુ-ચમચી, વગેરે જેવી સ્પર્ધાઓ વિદ્યાર્થીનીઓ માટે યોજવામાં આવે છે. જેમાં એક, બે, ત્રણ નંબરની વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત રૂપે ઈનામ વિતરણ કરવામાં આવે છે. 
રિપોર્ટ : વિપુલ ધામેચા - ઉપલેટા