વલસાડ-વાપી

વાપી નગરપાલિકા દ્વારા યોજાયેલી સામાન્ય સભા પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ  તેમજ ચીફ ઓફિસરની અદ્યક્ષતામાં યોજાઇ હતી જેમાં અગાઉની સામાન્ય સભામાં કરેલા ઠરાવને બહાલી આપી નવા વિકાસના કામોના ઠરાવો પ્રસ્તુત કરાયા હતા જેમા કેટલીક યોજનાઓ હેઠળના કામોને બહાલી અપાઇ હતી જે બાદ વર્ષ ૨૦૧૮/૧૯ના બજેટ અંગે ચર્ચા હાથ ધરાઇ હતી

સામાન્ય સભામાં ગત ૩૦મી જાન્યુઆરીએ મળેલી સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી અપાઇ હતી ૭મી માર્ચની કારોબારીની મળેલી મીટીંગમાં થયેલી ભલામણ મુજબ વર્ષ ૨૦૧૭/૧૮ના  અંદાજીત બજેટમાં સુધારો તથા વર્ષ ૨૦૧૮/૧૯ના બજેટને કારોબારી સમિતિની ભલામણ અંતર્ગત મંજુર કરવામાં આવ્યુ હતુ જેમાં સર્વાનુમતે ૧, ૩૫, ૯૮, ૬૧, ૩૪૮ રૂપિયાનું બજેટ મંજૂર કરાયુ હતુ. 

ઉલ્લેખનીય છે કે બજેટમાં વર્ષ ૨૦૧૮/૧૯ના  અંદાજપત્રની ઉઘડતી સીલક ૫૨૬૯૪૫૩૪૮ રહી હતી, જ્યારે વર્ષ ૨૦૧૮/૧૯ની અંદાજપત્રની અંદાજીત આવક ૮૩૨૯૧૬૦૦૦ મળી કુલ ૧, ૩૫, ૯૮, ૬૧, ૩૪૮  રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયુ હતુ જેમા વર્ષ ૨૦૧૮/૧૯ના અંદાજીત ખર્ચ ૧૧૩૯૮૭૫૦૦૦ અને ૨૦૧૮/૧૯ની બંધ સીલક અંદાજીત ૨૧૯૯૮૬૩૪૮ રહેશે તેવી વિગતો રજૂ કરી હતી જે બાદ પક્ષ વિપક્ષ વચ્ચે કોઇ પણ પ્રકારના હંગામા વચ્ચે સર્વાનુમતે બજેટ પસાર કરી સામાન્ય સભાને પૂર્ણ કરી હતી.