ડાંગ

સ્વસ્થ અને તંદુરસ્ત સમાજ
નિર્માણની આહ્લેક સાથે આજે એટલે કે તા.ર૮મી માર્ચ, ૨૦૧૮નાં રોજ ડાંગ
જિલ્લામાં જુદા જુદા ચાર સ્થળોએ, એકી સાથે અને એકી સમયે જિલ્લાની
કિશોરીઓને લોહતત્વની ગોળીઓ ગળાવીને, ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં નામ
દર્જ કરાવવાની કવાયત હાથ ધરવામાં આવનાર છે.
ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતાએ એક રૂબરૂ
મુલાકાતમાં જણાવ્યા અનુસાર આજે એટલે કે તા.ર૮/૩/ર૦૧૮નાં રોજ
જિલ્લાના (૧) પોલીસ પરેડ ગ્રાઉન્ડ-આહવા સહિત (ર) હેલીપેડ ગ્રાઉન્ડ-
સાપુતારા, (૩) પી.ટી.સી.કૉલેજ-વધઇ, અને (૪) નવજ્યોત હાઇસ્કૂલ-સુબિર
ખાતે, જિલ્લાના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલી તમામે તમામ

કિશોરીઓને, એકી સાથે-એકી સમયે લોહતત્વની ગોળીઓ ગળાવી, આ ક્ષેત્રે
નોંધાયેલા આ અગાઉના ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડને બ્રેક કરી, નવો રેકોર્ડ
પ્રસ્થાપિત કરવાનો મહાયજ્ઞ આરંભાયો છે.
જેમાં જિલ્લાના ઉચ્ચાધિકારીઓ સહિત ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડના
પ્રતિનિધિ પણ વિશેષ ઉપસ્થિત રહી, આ રેકોર્ડ બ્રેકીંગ કાર્યક્રમના સાક્ષી બનશે.