વલસાડ-વાપી

વાપી નજીક માં આવેલા કોપરલી ગામે હનુમાન મંદિરના જીર્ણોદ્ધાર બાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્રણ દિવસ ચાલેલા આ મહોત્સવ માં રાજ્ય કક્ષા ના મંત્રી રમન ભાઈ પાટકરે પણ હાજરી આપી હતી 

કોપરલી ગામે અત્યતં પૌરાણિક અને અસ્થા નું કેન્દ્ર એવા હનુમાનજી મહારાજ નું મંદિર આવેલું હતું જેને જીર્ણોદ્ધાર કરી આ મંદિર માં શ્રી રામ,ગણેશજી,રામ સીતા લક્ષ્મણ હનુમાનજી,વિશ્વકર્માં તેમજ રાધા કૃષ્ણ જેવી પ્રતિમા ઓ હાલ માં સ્થાપિત કરવામાં આવી અને આ તમામ પ્રતિમા સ્થાપિત કરવા માટે છેલ્લા ત્રણ દિવસ થી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તારીખ 30 થી 1 એપ્રિલ સુધી ચાલેલા આ પ્રાણ પતિષ્ઠા મહોત્સવ માં બજરંગ યુવક મંડળ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું 30 તારીખે વિશેષ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જે સમગ્ર કોપરલી ગામે વિવિધ વિસ્તારો માં ફરી હતી અને મંદિર ઉપર સમાપન થયું હતું જયારે 31 તારીખે ગણેશ પૂજન સ્થાપિત દેવતા નું પૂજન અગ્નિ સ્થાપન વસ્તુ પૂજન શિખર ધન્યાધિવાસ કુટિર હોમ શૈયાધીવાસ સહીત ની વિધિ યોજાઈ હતી કાર્યક્રમ દરમ્યાન રાજ્ય કક્ષા ના મંત્રી રમણ ભાઈ પાટકર પણ હાજરી આપી હતી તેમજ દરેક ગામ માં મંદિર માં આવા ધાર્મિક કાર્યક્રમ થવા જોઈએ ની વાત કરી હતી ત્રણ દિવસ ચાલેલા કાર્યક્રમ દરમ્યાન ત્રણે દિવસ મહાપ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં લોકો એ ભાગ લીધો હતો