ગાંધીનગર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ દરમિયાન લેવામાં આવેલી ધોરણ-૧૦ની પરીક્ષાનું પરિણામ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરવામાં આવી છે.

ધોરણ-૧૦ની પરીક્ષામાં આ વખતે વિક્રમજનક ૧૦.૫૦ લાખ વિધાર્થીઓ નોંધાયા હતા. જેમનું ભાવી બીજી જુને નક્કી શે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ના પરિણામની તારીખની સત્તાવાર જાહેરાત કરી છે. ધોરણ-૧૦નું પરિણામ બોર્ડ દ્વારા બીજી જુન, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ના ચોથા સેમેસ્ટર નું ૨૫ મેં અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ નું ૩૦ મેં ના રોજરોજ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થી પોતાના બેઠક નંબર દ્વારા બોર્ડનું પરિણામ જાણી શકે તેવી વ્યવસ કરાઈ છે.