નર્મદા

પોલીસ સ્વસ્થ તો સમાજ સ્વસ્થ એ સુત્રને સાર્થક કરતા નર્મદા પોલીસ અને સ્પોર્ટસ એશોસીએશન નર્મદા   ઉપક્રમેજીતનગર  પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું .

      જેમાં સ્વચ્છ પોલીસ,સ્વસ્થ પોલીસનાં સૂત્ર સાથે નર્મદા પોલીસ દ્રારા દર વર્ષે પોલીસ જવાનો અને અધિકારીઓનાં હેલ્થ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.જીલ્લા પોલીસ વડા મહેંદ્ર બગડીયાનાં જણાવ્યા અનુસાર પોલીસ પોતાનાં રોજીંદા કાર્ય અને સમાજની સુરક્ષા કાજે સતત પોતાની ફરજ નિભાવતી હોય છે ત્યારે પોતાનાં સ્વાસ્થયની કાળજી રાખવી જરૂરી બની જાય છે.માટે નર્મદા પોલીસ દ્રારા આ સમગ્ર આયોજન  કરવામાં આવે છે. 

  નર્મદા સ્પોર્ટસ ફેડરેશન દ્રારા આ આયોજનને સફળ બનાવવા માટે પહેલ કરી છે.આજે પોલીસ હેડ ક્વાટરનાં ડીસ્ટ્રીકટ પોલીસ ટ્રેનીંગ સેન્ટર ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં જીલ્લા કલેકટર  આર.એસ.નીનામા,કેંદ્રીય આદીજાતી આયોગનાં સદસ્ય  હર્ષદભાઇ વસાવા,ધારાસભ્ય નાંદોદ શ્રી પી.ડી.વસાવા તથા નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ જતીનભાઇ વસાવા ખાસ હાજર રહ્યા હતા.  

      આ કેમ્પમાં નર્મદા પોલીસના  કર્મચારીઓ તથા અધિકારીઓનાં સ્વાસ્થયનું ચેકિંગ કરવામાં આવ્યુ હતું .મહિલા ASI સંગીતાબેને પોતાનો  પ્રતીભાવ આપતા જણાવ્યુ હતુ કે, નર્મદા પોલીસ દ્રારા પોલીસ વેલફેર માટે હેલ્થ કેમ્પ કરે છે જે આવકારદાયક છે.જેથી આવા આયોજન થી અમારામાં ખુશી છે. 

       તો ASI ગોપાલભાઇ પ્રભુભાઇએ પણ આ સમગ્ર આયોજન પોલીસ કર્મચારી માટે આશિર્વાદ સમાન ગણાવ્યુ હતુ કે પોતાની ફરજ નિષ્ઠાને કારણે પોતાનાં સ્વાસ્થય ની કાળજી રાખી શકતા નથી ત્યારે આ આયોજન થી અમે અમારા સ્વાસ્થયની જરૂરી કાળજી રાખી શકીયે છે.

આ પ્રસંગે ખાસ આયુર્વેદિક પદ્ધતિ વિશે જાણકારી આપવા માટે આયુર્વેદિક છોડનું નિદર્શન રાખવામાં આવ્યું હતું અને તેના વિશે જરૂરી માહિતી આપવામાં આવીહતી 

રિપોર્ટ :

જ્યોતિ  જગતાપ , રાજપીપળા