રાજકોટ

આજરોજ તા. ૨૧/૪/૨૦૧૮ ને શનિવારના દિવસે ઉપલેટા તાલુકા પંચાયતના જુના ખખડધજ જુના બિલ્ડીંગની જગ્યાએ નવા બિલ્ડીંગના બાંધકામનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત આજરોજ ઉપલેટા - ધોરાજી મતવિસ્તારના ધારાસભ્ય લલિતભાઇ વસોયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગર અને તેમના પત્ની પૂર્વ પ્રમુખ જયાબેન ડાંગરના સ્વહસ્તે કરવામાં આવ્યુ હતુ. આ તાલુકા પંચાયત ભવન ૨ કરોડની ૩૯ લાખના ખર્ચે નવ નિર્માણ થવાનું છે. આ  નૂતન તાલુકા પંચાયત ભવન બનાવવા માટેના સમયનો પિરિયડ એક વર્ષનો આપવામાં આવેલ છે. આ નૂતન ભવન એક વર્ષના સમયમાં નિર્માણ થઇ જશે. તેમજ આ ભવનને મંજૂર કરાવવા જે લોકોએ અથાક પ્રયત્ન કરેલ છે, તે તમામ અધિકારી, પદાધિકારી, લાગતા-વળગતા બધાનો તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગરે જાહેર આભાર વ્યક્ત કરેલ હતો. આ તકે ધારાસભ્ય લલિતભાઇ વસોયા, તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ જયાબેન ડાંગર, ઉપપ્રમુખ કિશોરભાઈ ઝાલાવડીયા, કારોબારી ચેરમેન જયદેવસિંહ વાળા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગીતાબેન સોલંકી, રાજકોટ જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સોમાભાઈ મકવાણા, નારણભાઈ સેલાણા, બાલુભાઇ વિંઝુડા, શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ ડેર,  રમણિકભાઈ લાડાણી, કૃષ્ણકાંતભાઇ ચોટાઈ, ઉપલેટા તાલુકાના સરપંચશ્રીઓ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર વિપુલભાઈ ધામેચા ઉપલેટા