નર્મદા

ભારતમાં પ્રથવાર સુપર સિક્સ 2018ની મેચો ગાંધીનગર ખાતે રમાઈ હતી.જેમાં ઓમાન ના ક્રિકેટર જતિન્દર સિંગ,વેલીયન્ટ ના સ્ટાર ખેલાડી વિપુલ નારીગરા, રિચિ શુકલા, વિશાલ પાઠક, ગૌરાંગ દવે  અને નેપાળના દીપેશ ખત્રી પણ રમ્યા હતા.આ પ્રથમ વેલીયન્ટ સુપર સિક્સ માં જતિન્દરસિંગ ની ટિમ વિજેતા થઈ હતી. આ સુપર સિક્સ ના મેં ઓફ ધી સિરીઝ પણ જતિન્દરસિંગ બન્યા હતા.મેચ પુરી થયા બાદ ગુજરાત ના સી.એમ વિજયભાઈ રૂપાણી સાથે વેલીયન્ટ ના ક્રિકેટરો એ શુભેચ્છા મુલાકાત કરી અને વિજેતા ટિમ ના કેપ્ટન ને શુભેચ્છા પાઠવી અને વેલીયન્ટ ના ક્રિકેટરો ને આવનારી 24 તારીખની મેચ માટે પણ શુભકામના પાઠવી હતી.

 

રિપોર્ટ :

જ્યોતિ  જગતાપ , રાજપીપળા