નર્મદા

સડક સુરક્ષા-જીવન રક્ષાના નારા સાથે નર્મદા પોલીસ દ્રારા 29મું માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થશે.આ ઉજવણીના ભાગરૂપે આખા સપ્તાહમાં ટ્રાફિક જાગૃતિ માટે અનેક કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે.પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયાનાં માર્ગદર્શનમાં તમામ dysp સહિત જિલ્લા ટ્રાફિક શાખાએ સુંદર આયોજન કર્યું છે.

જ્યારે પણ કોઇ વ્યક્તીને અક્સ્માત નડે છે ત્યારે તેના પરીવાર પર શું વીતે છે, તે મનની સંવેદના સમજીને નર્મદા પોલીસ આ સમગ્ર સપ્તાહમાં આપણા જીલ્લાની RTO કચેરીમાં નોધાયેલ અંદાજીત 3000 વાહનો પર પીળા પટ્ટા,રીફલેક્ટર તથા બ્લેક ડોટ લગાવવાની સઘન કામગીરી કરશે. તે માટે પોલીસ મથક દીઠ નક્કી કરાયેલા સ્થળો પર આ કામગીરી હાથ ધરશે.આ કામગીરીને ને નર્મદા પોલીસ એક ઝુંબેશ સ્વરૂપે કરવાની છે, જે અંતર્ગત જાગૃતિ રેલી તથા સેમીનારનું આયોજન પણ કરાશે. આ દરમ્યાન ટ્રાફિક કાયદાની સમજ આપતી પત્રિકાઓ તેમજ અન્ય સાહીત્યનું વિતરણ પણ કરાશે.

જેમાં તા. 23 નાં રોજ પ્રથમ દિવસે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર જગ્યાએ એક ટ્રાફિક સેમિનારનું આયોજન કરાશે.જેમાં જિલ્લાભરના નાગરિકોને ટ્રાફિક નિયમો તેમજ કાયદાની સમજ પણ અપાશે.તેમજ આજ દિવસથી વાહનો પર પીળા પટ્ટા,બ્લેક ડોટ તેમજ રીફલેક્ટર લગાવવાની કામગીરીની શરૂઆત કરાશે.સમગ્ર સપ્તાહ દરમ્યાન ખાસ ટ્રાફિક ને લગત ચેકીંગ કરાશે તેમજ વાહનો પર લખાયેલ અનઅધિકૃત લખાણો દૂર કરાશે.તે સાથે ટ્રાફિકના કાયદાનું પાલન કરાવવા માટે ખાસ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરાયું છે.

તા. 25નાં રોજ દરેક પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક જાગૃતિ રેલી યોજાશે.તેમાં સ્થાનિક આગેવાનો,પ્રજા તેમજ સામાજિક સંસ્થાઓ પણ ભાગ લેશે.

સમગ્ર સપ્તાહ દરમ્યાન દરરોજ  સવારે 9 થી બપોરે 2 સુધી તેમજ સાંજના 4 થી રાત્રીના 8 સુધી વાહનો પર પીળા પટ્ટા તેમજ રીફલેક્ટર લગાવવાની કામગીરી થશેજેમાં સ્થળ નીચે મુજબ રાખવામાં આવ્યું છે 

રાજપીપલા પો.સ્ટે. વિસ્તારમાં 

1) વડિયા જકાતનાકા

2) રંગઅવધૂત મંદિર પાસે.

3) સફેદ ટાવર

4) સંતોષ ચાર રસ્તા

5) પોઇચા ત્રણ રસ્તા

આમલેથા પો.સ્ટેવિસ્તારમાં

1) ખામર ત્રણ રસ્તા

2) વીરપોર ચોકડી

ગરુડેશ્વર પો.સ્ટે.વિસ્તારમાં

1) અકતેશ્વર ચોકડી

2) ભાણદ્રા ચોકડી

કેવડિયા પો.સ્ટે.વિસ્તારમાં

1) રામચોક

2) pro ઓફિસ પાસે

તીલકવાડા પો.સ્ટે.વિસ્તારમાં

1) તિલકવાડા ત્રણ રસ્તા

2) દેવલિયા ચોકડી

ડેડીયાપાડા પો.સ્ટે.વિસ્તારમાં

1) ડેડીયાપાડા ત્રણ રસ્તા

2) મિશન ત્રણ રસ્તા

સાગબારા પો.સ્ટે.વિસ્તારમાં

1) સાગબારા ચોકડી

2) સેલંબા      રાખેલ છે                                                                                                                                                                

આ ટ્રાફીક જાગ્રુતી ઝુંબેશ દરમ્યાન સમગ્ર નર્મદા વાસીઓને પોલીસને સાથ સહકાર આપવા નમ્ર અપીલ છે.

રિપોર્ટ :

જ્યોતિ  જગતાપ , રાજપીપળા