રાજકોટ

આજરોજ ઊપલેટા તાલુકાના ડુમિયાણી ગામ પાસે આવેલ ટોલનાકાએ જુનાગઢ થી ભાણવડ જતી મુસ્લિમ સમાજના હિંગોળા પરિવારની લગ્નની જાનની ગાડીઓ અને બસો મફત જવા દેવાના મુદ્દે જાનૈયાઓ દ્વારા ટોલનાકાના કર્મચારીને ગાળાગાળી કરીને ઢોરમાર મારવામાં આવતા ઘાયલ કર્મચારીને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયેલ જ્યાં ઇજાઓ ગંભીર જણાતા ફરજ પરના ડોક્ટરે વધુ સારવાર અર્થે પ્રાઇવેટ હોસ્પિટલમાં રિફર કરેલ છે. બનાવની વિગત પ્રમાણે જુનાગઢ થી આવતી જાનમાં રીટાયર્ડ એ.એસ.આઇ. હવાબેન નામના મહિલાએ જણાવ્યુ કે હું જુનાગઢ પોલીસમાં છું માટે ટોલ નહિ ભરૂ એમ કહીને મહિલા સહિતના લોકોએ માથાકૂટ કરીને ટોલના  કર્મચારી ઈકબાલ નાગોરીને એકસંપ કરીને માર માર્યો હતો. મારામારીની સમગ્ર ઘટના ટોલનાકાના સીસી ટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ. આ અંગે ઉપલેટા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઇને મારામારીના બનાવમાં કડક કાર્યવાહી કરતા જાનની બસો લગ્નમંડપમાં પહોંચવાને બદલે પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. મારામારી કરનારાઓને જેલની હવા ખવડાવી દેતા હવાબેનના મળતીયાઓની શાન ઠેકાણે આવી ગઈ હતી. ટોલનાકાના કર્મચારી પર જુનાગઢના રિટાયર્ડ મુસ્લિમ મહિલા એએસઆઈ હવાબેન હિંગોળા દ્વારા દબંગગીરી કર્યા બાદ લોબિંગ કરી સમાધાનના પ્રયાસો શરૂ કરી દીધા હતા. આ અંગે વધુ તપાસ હે.કો. મનીષભાઈ પરમાર ચલાવી રહ્યા છે.

 રિપોર્ટર વિપુલ ધામેચા ઉપલેટા