વલસાડ-વાપી

 વલસાડ જિલ્લામાં દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડે એક ખેડૂતની મોટરનું લાઇટ બિલ ૪૯૧૫૨નુ ફટકારતા ગરીબ ખેડૂત પરિવારમા રોષની લાગણી ભભૂકી ઉઠી છે

આ અંગે મળતી વિગત મુજબ વાપી નજીકના ટૂકવાડા ગામે રહેતા મનોજ રમેશભાઇ પટેલે ખેતી માટે જીઇબી પાસેથી લીધેલા પાણીના મોટરના કનેક્શનનું મીટર વિજ બિલ ૪૯૧૫૨ આવતા ખેડૂતને માથે આભ ભાટ્યા જેવો એહસાસ થયો છે જીઇબીએ એક તો મનોજભાઇને ૪૯ હજારનું લાઇટ બિલ ફટકાર્યા બાદ ઉપરથી લાઇટ કનેક્શન પણ કટ કરી વિજ બિલની તમામ રકમ ભરી દેવા ચેતવણી આપી છે જે અંગે મનોજભાઇએ દક્ષિણ ગુજરત વિજ કંપનીમા રજૂઆતો કર્યા બાદ પણ જીઇબીએ પોતાની ભૂલ સુધારવાને બદલે વિજ ગ્રાહકને માત્ર ૧૦ હજારની રકમ માફી આપી બાકી ૩૮ હજારની રકમ તાત્કાલિક ભરવા સૂચના આપી છે

આ સંદર્ભે ડીજીવીસીએલના અધિકારી સાથે વાત કરતા તેમણે આ અંગે એવો ખુલાસો કર્યો હતો કે મીટર રીડીંગ માટે ડીજીવીસીએલ દ્વારા ખાનગી એજન્સીને કામગીરી સોંપી હતી જેમા આ ખાનગી એજન્સીના કર્મચારીઓ દ્વારા મીટર રીડીંગ ચેક કરવાને બદલે જે તે વીજ ગ્રાહકને પોતાની રીતે જ યુનિટ્સ લખી બિલ આપી દેતા હતા જેને કારણે રીડીંગનુ સચોટ કાઉન્ટ ગણાતુ નહોતુ પરંતુ હવે આ કામગીરી જીઇબીનો સ્ટાફ જ કરે છે એટલે આ ભૂલ પકડાઇ છે અને તે માટે ગ્રાહકને ૧૦ હજાર સુધીનું બિલ ઓછુ કરી આપ્યુ છે અને બાકી નિકળતી બિલ પેટેની રકમ ભરવા જણાવ્યું છે

જ્યારે મનોજભાઇએ રોષ ઠાલવ્યો હતો કે આ ભૂલ જીઇબીની છે અને છેલ્લા સાત વર્ષથી મીટર રીડીંગ બાદ વિજબિલ પેટે આવતી ૧૧૬ થી ૨૦૦ રૂપિયા સુધીની રકમ અમે ભરતા આવ્યા છીએ જીઇબીએ મસમોટુ બિલ ફટકારી અમારુ મીટર પણ કટ કરી નાખ્યું છે આ સમગ્ર ભૂલ જી઼ઇબીની છે તો અમે શા માટે પૈસા ભરીઅે અને આટલી મોટી રકમ ભરી શકે તેવી પણ તેની હાલત નથી જો જીઇબીના અધિકારીઓ પોતાની મનમાની જ કરશે તો અમારે આત્મવિલોપન કરવાની ફરજ પડશે

ઉલ્લેખનીય છે કે જીઇબી દ્વારા એજન્સીને મીટર રીડીંગની કામગીરી સોંપ્યા બાદ આવા અનેક વિજ ગ્રાહકો છે જેને આ રીતે ૫૦ હજાર આસપાસના બિલ ફટકાર્યા છે અને તે બાદ પણ આ જ અજન્સીનો કોન્ટ્રાક્ટ પુરો થઇ ગયા પછી ફરી એજ અજન્સીને ડીજીવીસીએલે મીટર રીડીંગની જવાબદારી સોંપી છે ત્યારે આ એજન્સીના કર્મચારીઓ દ્વારા ફરી આવા અનેક છબરડા થશે તેવુ વિજગ્રાહકો અને ખુદ જીઇબીના અધિકારીઓને પણ દહેશત સતાવી રહી છે પરંતુ સત્તા આગળ શાણપણ નકામીની માફક કશુ જ બોલી શકતા નથી