રાજકોટ

 ગઇ તા. ૧૮/૦૪/૨૦૧૮ ના રોજ રાત્રીના સાડા અગીયારેક વાગ્યે રાજેશભાઇ રવજીભાઇ ટાંક પોતાના ટ્રકમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડથી જીરૂ ભરેલ બાચકા કિમત.રૂ. ૧૪,૫૦,૦૦૦/- ના લઇ જુનાગઢ જતા હતા તે દરમ્યાન જેતલસર ચોકડી પાસે છ અજાણ્યા ઇસમોએ આ રાજેશભાઇ ટાંક નું અપહરણ કરી તેની પાસેનો ટ્રક નં. GQA-5787 નો જીરૂ ભરેલ ટ્રક લુંટી લઇ પીસ્તોલ જેવુ હથીયાર બતાવી મારવા નો ભય બતાવી નાશી ગયેલ નો બનાવ બનેલ હતો. 
           રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ વડા શ્રી અંતરીપ સૂદ સાહેબની સુચના મુજબ આ અનડીટેકટ ગુનો શોધી કાઢવા એલ.સી.બી. શાખા રાજકોટ ગ્રામ્ય ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડા સા. નાઓ એલ.સી.બી. સ્ટાફ સાથે તથા જેતપુર તાલુકા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. શ્રી એચ.એ.જાડેજા સાહેબ તેઓના જેતપુર તાલુકા પો.સ્ટે.ના સ્ટાફ સાથે આ ગુનો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન આજરોજ એલ.સી.બી.  શાખાના પો. હેડ કોન્સ. મહિપાલસિંહ પી. જાડેજા નાઓને ખાનગી બાતમી રાહે સચોટ હકિકત મળેલ કે, જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે થી જીરૂ ભરેલ ટ્રકની લુંટ થયેલ તે જીરૂ ઉપલેટા તાલુકાના પડવલા ગામની સીમમાં રહેતા ફારૂકભાઇ અબ્દુલભાઇ સુમરા  ની વાડીએ ફારૂકભાઇ અબ્દુલભાઇ સુમરા તથા વસીમભાઇ સલીમભાઇ સુમરા રહે- આંબલીયા ગામ તા. જુનાગઢ તથા ઇમરાનભાઇ જુસબભાઇ ખફી રહે- મસીતીયા તા. જામનગર વાળાઓ લુંટેલ જીરૂના બાચકાઓ સગેવગે કરે છે જે હકિકત આધારે એલ.સીબી. ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.એમ.ચાવડા તથા જેતપુર તાલુકા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. શ્રી એચ.એ.જાડેજા સાહેબનાઓ એલ.સી.બી. સ્ટાફ તથા જેતપુર તાલુકા પોલીસ ના સ્ટાફ સાથે ઉપલેટા તાલુકાના પડવલા ગામની સીમમાં રહેતા ફારૂકભાઇ અબ્દુલભાઇ સુમરા ની વાડીએ તપાસ કરતા આરોપીઓ વસીમભાઇ સલીમભાઇ સુમરા રહે- આંબલીયા ગામ તા. જુનાગઢ તથા ઇમરાનભાઇ જુસબભાઇ ખફી રહે- મસીતીયા તા. જામનગર વાળાઓ લુંટેલ જીરૂના બાચકાઓ તથા બોરીઓ માં ભરેલ અંદાજીત જીરૂ- ૧૧,૭૦૦ કિલો  કિંમત.રૂ. ૧૪,૫૦,૦૦૦/- નો મુદામાલ કબજે કરી આરોપીઓ પકડી પાડેલ છે. અને બાકીના આરોપીઓ પકડી પાડવા તપાસ તજવીજ ચાલુ છે. 
આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી..બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.એમ.ચાવડા તથા પો.સબ ઇન્સ. બી.એન.ચૌધરી સા. તથા જેતપુર તાલુકા પો.સ્ટે.ના પો..સબ ઇન્સ. શ્રી એચ.એ.જાડેજા સાહેબ તથા પો.સબ ઇન્સ. શ્રી જે.વી. વાઢીયા સા. તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. મહમદ રફીક હબીબભાઇ તથા પો.હેડ કોન્સ. મહેશભાઇ જાની તથા મહિપાલસિંહ જાડેજા તથા બ્રિજરાજસિંહ જાડેજા તથા રવિદેવભાઇ બારડ તથા બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા મયુરસિંહ જાડેજા તથા મહેન્દ્રસિંહ સોલંકી તથા રસીકભાઇ જમોડ તથા ભાવેશભાઇ મકવાણા તથા ડ્રા. અમુભાઇ વીરડા તથા ડ્રા. રાયધનભાઇ ડાંગર તથા ડ્રા. વિનયભાઇ રાજપુત તથા ડ્રા. નરેન્દ્રભાઇ દવે તથા જેતપુર તાલુકા પો.સ્ટે.ના એ.એસ.આઇ. ગૌતમભાઇ ત્રીવેદી તથા પો.હેડ કોન્સ. ભુરાભાઇ માલીવાડ તથા મહિપાલસિંહ ચુડાસમા તથા મુસ્તાકભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા અનીલભાઇ તથા દિનેશભાઇ ખાટરીયા તથા નીલેશભાઇ ડાંગર તથા પંકજસિંહ જાડેજા નાઓ હતા.