મહીસાગર

મહિસાગર જિલ્લાના સંતરામપુર ની પોસ્ટ ઓફિસમાં ગેર ન્યાયિક સ્ટેમ્પ રૂપિયા 100 ની કિંમત ના ઉપલબ્ધ ન હોવાથી પ્રજાને ભારે મુશ્કેલીઓનો સામનો. કરે છે.

       સંતરામપુર પોસ્ટ ઓફિસમાં માં  આ બાબતે તપાસ કરતા હાજર પોસ્ટ માસ્ટર ડી.જી.કટારા એ જણાવેલ કે અમારી પાસે સ્ટેમ્પ છે પણ તે નાની કિંમતના છે, અમોને અમારી ઉપલી કક્ષાએ થી અમને સ્ટેમ્પ ફાળવણી કરવામાં આવતા નથી!?.

જ્યારે ગ્રહકોનું કહેવું છે કે,પોષ્ટ ઓફિસમાં સ્ટેમ્પ મળતાં નથી, પરન્તુ પોસ્ટ ઓફીની બહાર ગાડી માં બેસીને કામ કરતા સ્ટેમ વેન્ડરઓ પાસે કોઇ પણ જાતનું ડોક્યુમેન્ટ આપ્યા વગર કોઈ પણ કિંમતનો સ્ટેમ્પ પેપર સહેલાઈથી મળી જાય છે ત્યારે પોષ્ટ ઓફિસમાં આજ સ્ટેમ્પ પેપર કેમ મળતા નથી તે એક મોટો સવાલ છે?

       ભારત સરકાર ના આ ટપાલ ખાતામાં કાયમ માટે પ્રજાને મુશ્કેલી વેઠવી પડે છે પરંતુ પ્રજાના ચૂંટાયેલા સાંસદ સભ્યો ને પ્રજાની આ મુશ્કેલીઓ નજરે પડતી નથી??? 

ટપાલ ટીકીટ, આર. પી.એડી.કોર્ટ ફી સ્ટેમ્પ બચત ખાતું જેવા અનેક વિધ કામના ટેબલ ઉપર પ્રજાના કામો થતા નથી અને ધરમ ધક્કા ખાવા પડે છે તુયારે શું પ્રજાને પડતી મુશ્કેલીઓ માં ઘટાડો થશે ખરો?? કે પછી હોતા હૈ ચલતા હૈ ની નીતિથી કામ ચાલશે તેવું પ્રજાના મુખે ચર્ચાઈ રહયું છે.

  રિપોર્ટર--- અમીન કોઠારી,            સંતરામપુર