મહીસાગર

સંતરામપુર માં ટ્રાફિક ની સમસ્યા દિનપ્રતિદિન વધતી જાય છે, જ્યાં જુઓ ત્યાં આડેધડ વાહનો પાર્કિંગ કરી દેતા રાહદરીઓને આવવા જવા માટે ભારે મુશ્કેલીમાં મુકાવું પડે છે,

 અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે, ગોધરાભાગોલ  ચોકડી થી લઈને જીવન દીપ હોસ્પિટલ સુધીના માર્ગમાં (12) બાર જેટલા દવાખાના અને લેબોરેટરી આવેલા છે અને બીમાર દર્દીઓને સાથે આવેલા માણસોને લીધે વાહનો નો ખડકલો જોવાય છે જેના લઈને અવારનવાર ટ્રાફિક જામ ની સમસ્યા ઊભી થાય છે, જેને  લઈ ને રાહદારી, વટે માર્ગુઓને કલાકો સુધી અટવાઈ રહેવું પડે છે.

       ખાસ નોંધનીય બાબત એ છે કે,સંતરામપુર નગર ના પાકા ડામર રસ્તાઓ ઉપર હાથલારીવાળા, પથારાવાડાઓ, ગેરકાયદેસર મુકેલા કેબીનો ને કારણે રસ્તાઓ સાંકડા થતા ટૂ વ્હીલર, થ્રી વ્હીલર અને મોટી બસોને પસાર થવામાં ભારે મુશ્કેલીમાં મુકાવું પડે છે

    અન અધિકૃત રીતે રસ્તાઓ ઉપર દબાળ કરતા માથાભારે ઈસમોને કારણે રોડ સાંકડો થતાં દિવસ માં અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે ત્યારે નગર પાલિકાનું નઘરોળ તંત્ર આ બાબતે કોઇ નક્કર કાર્યવાહી કરતુ નથી જે કેટલે અંશે વ્યાજબી ગણાય ????

સંતરામપુર નો એસ.ટી.બસ સ્ટેશન વિસ્તાર ""નો પાર્કિંગ ઝોન"" વિસ્તાર જાહેર કરેલ છે અને આ ગોધરા ભાગોળ વિસ્તારમાં પોલીસ ચોંકી પણ મુકવામાં આવેલ હોવા છતાં પણ માથાના દુ:ખાવા સમાન આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી, સંતરામપુર ની પોલીસ પણ આ બાબતે આલસભરી નીતિ ને છોડીને ટ્રાફિક ની સમસ્યાનો કાયમી નિરાકરણ લાવે તેવી સંતરામપુર  નગર તેમજ આજુબાજુના લોકોની લાગણી અને  માગણી છે.

  રિપોર્ટર -- અમીન કોઠારી, સંતરામપુર, મહિસાગર