રાજકોટ

 આજરોજ તા. ૨૪/૪/૨૦૧૮ ને મંગળવારના રોજ સાંજે 5:00 કલાકે ઉપલેટા શહેરમાં આવેલ મ્યુનિસિપલ વિવિધલક્ષી વિનય મંદિર ખાતે બાકી રહેલ હોમગાર્ડની મૌખિક કસોટી લેવામાં આવી હતી. જે સાંજે 8:00 કલાકે પૂર્ણ થઈ હતી. તા. ૨૩/૯/૨૦૧૭ ના રોજ ઉપલેટા શહેરના તાલુકા શાળા મેદાન ખાતે ફીજીકલની (શારીરિક કસોટી) ગ્રાઉન્ડ ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં  દોડ, ગોળાફેંક, બરછીફેંક, ચક્રફેંક, દંડ, બેઠક વગેરે જેવી શારીરિક કસોટીઓ લેવામાં આવી હતી. જેમાં ૬૦ ઉમેદવારો પસંદગી પામ્યા હતા. ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ એ પછી નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થતાં બે-બે વખત આચાર સંહિતા લાગુ પડેલ હતી. ત્યારબાદ આજરોજ મૌખિક કસોટી લેવામાં આવતા, જેમાં ૪૯ ઉમેદવારો હાજર રહ્યા હતા. તેમાંથી ૩૯ ઉમેદવારો લેવાના હોય , જેનું સીલેક્શન કરવામાં આવ્યું હતું. આ પસંદગીના કાર્યક્રમમાં રાજકોટ હોમગાર્ડ  પીએસઆઈ 

મેસાણીયા, ઉપલેટા પી.આઈ અલ્પેશ પટેલ ઉપસ્થિત રહી, પ્રશ્નોત્તરી કરી તેમના દ્વારા આ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.  જેમને હવે ત્રણ માસ સુધી સખત પરેડની તાલીમ આપવામાં આવશે.

 રિપોર્ટ વિપુલભાઈ ધામેચા ઉપલેટા