વલસાડ-વાપી

વાપી વિસ્તાર માં છેલ્લા કેટલાક સમય થી જી આઈ ડી સી વિસ્તાર માં બનેલા રોડ ની હાલત ખરાબ બની છે તો જી આઈ ડી સી વિસ્તાર માં વેળા વિવિધ ચાર રસ્તા ઉપર ના જંકશન પણ ના હોવાથી અનેક સ્થળ ઉપર ભારે વાહનો પસાર થતા ટ્રાફિક જામ ની સમસ્યા ઉદભવે છે ત્યારે આજે પારડી ના ધારાસભ્ય દ્વારા વિવિધ જંકશન બનાવવા ની સાથે 14 કિલોમીટર લાંબો રોડ બનાવવા માટે ના કાર્ય નું વિધિવત ખાત મુહર્ત કર્યું હતું 

વાપી જી આઈ ડી સી માં ના એ આઈ આઈ પ્રોજેક્ટ અંતર્ગત વાપી જી આઈ ડી સી માં અંદાજિત રૂપિયા 20 કરોડ ના ખર્ચે ઉધોગીક એસ્ટેટ માં 14 કિલોમીટર લાંબો રોડ બનાવવા તેમજ માર્ગ માં આવતા વિવિધ જંકશન પણ બનાવવા માટે ની કામગીરી નું આજે ખાતમુહર્ત યુ પી એલ ગેટ સામે સામિયાનું બનાવી તેમાં ધારાસભ્ય કનુ ભાઈ દેસાઈ ના હસ્તે કરવામાં આવ્યું હતું તેમની સાથે આ કામગીરી માં યોગેશ ભાઈ કાબરિયા ,પણ શ્રીફળ વધેરી ને કામગીરી નું ખાતરમુહર્ત કર્યું હતું અંદાજિત રૂપિયા 26,27,55,803 ના ખર્ચે બનનાર આ રોડ ની કામગીરી નો કોન્ટ્રાકટ જયભારત રોડ લાઇન્સ ને આપવામાં આવ્યો છે જેમના દ્વારા ટેન્ડર કોસ્ટ રૂપિયા 20,53,60,831 નક્કી કરવામાં આવી છે આગામી ચોમાસા  પેહલા આ રોડ બનાવવા માટે ની કવાયત હાથ ધરવામાં આવશે આજે આ કાર્યક્રમ દરમ્યાન જી આઈ ડી સી આધિકારી ઓ ભાજપ ના કાર્યકર્તા ઓ નોટીફાઈડ ભાજપ ની ટિમ સહીત અનેક અગ્રણીઓ હાજરી આપી હતી કનુ ભાઈ દેસાઈ એ જણાવ્યું કે રોડ બનાવવા બાબતે તેમને અનેક રજૂઆતો મળી હતી અને તેમના દ્વારા રજૂઆતો ને ધ્યાને લઇ ને કામગીરી શરૂ કરવામાં આવી છે આ રોડ બનતા ઇન્ડસ્ટ્રીઝ માં આવતા જતા લોકો ની અગવડ દૂર થઇ જશે