વલસાડ-વાપી

સેલવાસ માં ગાર્ડન સીટી માં રહેતા અને એક દિવસ થી ગુમ યુવક ની લાશ દમણગંગા નદી માંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી તેના મોત અને અંગે રહસ્ય સર્જાયું છે 

સેલવાસ ના ગાર્ડન સીટી માં રહેતા ને સેલવાસ ના કિલવાની નાકા ખાતે કટલરી ની દુકાન ધરાવતા રાણાજી પટેલ નો પુત્ર સુનિલ ગઈ કાલે મંગળવાર ના રોજ બપોરે ઘરે થી નીકળ્યા બાદ સાંજ સુધી ઘરે પરત ના થતા તેમના પરિવારજનો એ તેની શોધખોળ અનેક સ્થળે કરી અને તેના મિત્ર વર્તુળ માં પણ તેની શોધ કરવા છતાં તેનો કોઈ પત્તો ના લગતા આખરે સેલવાસ પોલીસ મથકે પુત્ર ગુમ થયો હોવાની માહિતી આપી હતી જોકે આજે સવારે ભુરકુંડ ફળીયા નવા સર્કિટ હાઉસ ની પાછળ ના ભાગ માં સ્થાનિકો એ નદી માં કોઈ લાશ પડેલી જનતા તેમને પોલીસ ને જણકારી આપતા સેલવાસ પોલીસ સ્થળ પાર ધસી જય ને તપાસ કરતા ગઈ કાલે ઘર થી ચાલી ગયેલો રાણા પટેલ નો 20 વર્ષીય પુત્ર સુનિલ ની લાશ મળી હોવાની તેના પરિવાર જનો એ ઓળખ કરતા ગમગીની ફેલાઈ હતી ઘટના બાદ પોલીસે પંચનામું કરી ને લાશ ને પી એમ માટે મોકલી દઈ આગળ ની તાપસ શરૂ કરી છે