અમદાવાદ

મેલેરીયા મુક્ત ગુજરાત-૨૦૨૨ અંતર્ગત ધંધુકા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા રેલી યોજાઇ
     મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.શિલ્પાબેન યાદવ અને જિલ્લા મલેરીયા અધિકારીશ્રી ડો.નરેન્દ્રસિંહ રાઠોડ સાહેબ અને તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. દિનેશ પટેલના માર્ગદર્શન હેઠળ ૨૫ એપ્રિલ ૨૦૧૮           વિશ્વ મેલેરિયા દિવસ ઉજવણી નાં ભાગ રૂપે ધંધુકા અને ધોલેરા તાલુકાની ધંધુકા ખાતે રેલીનું આયોજન કરવામાં આવેલ. આ રેલી મેલેરીયાના બેનર અને પ્લે કાર્ડ સાથે ધંધુકાના મુખ્ય માર્ગો પર ફરી હતી અને મેલેરિયા મુક્ત ગુજરાત -૨૦૨૨ સાર્થક કરવાના ધ્યેય સાથે રેલી પૂર્ણ કરેલ હતી. આ રેલીમાં પ્રા.આ.કેન્દ્રના મેડીકલ ઓફિસરશ્રી, ડો. રાકેશ ભાવસાર, ડો. રિયાઝ ઝુલાયા તથા તમામ આયુષ તબીબશ્રી ડો.સિરાજ દેસાઈ, ડો. યોગેન્દ્રસિંહ રાઠોડ,ડો. શૈલેશ ચાવડા, ડો. રાજેશ કળથીયા, ટી.આઇ.સી.ઓશ્રી, મ.પ.હે.સુ., ફિ.હે.સુ., મ.પ.હે.વ., ફિ.હે.વ, તેમજ અન્ય આરોગ્ય કર્મચારીઓએ ભાગ લીધેલ.
વધુમાં પ્રા.આ.કેન્દ્ર આકરુંનાં મેડીકલ ઓફીસરશ્રી ડો.સિરાજ દેસાઈ દ્વારા જણાવવામાં આવેલ કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા જેવા રોગોની સારવાર માટે તાવ એ રોગનું મુખ્ય લક્ષણ છે. જો આવા દર્દીને સમયસર સારવાર કરીએ તો દર્દીને શારીરીક અને આર્થીક મુશ્કેલીમાંથી મુક્તી અપાવી શકાય છે. હાલમાં ધંધુકા અને ધોલેરા તાલુકા વિસ્તારમાં આરોગ્ય કાર્યકર દ્વારા નિયમીત સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. ભડીયાદ મે.ઓ.શ્રી ડો.રાકેશ ભાવસાર દ્વારા સરકાર દ્વારા ફિવર હેલ્પ લાઇન નંબર ૧૦૪ કાર્યરત કરવામાં આવેલ છે તેની માહિતી આપેલ. તેમજ વધુમાં જણાવેલ કે કોઇપણ વ્યકતિને જો તાવ જેવા ચિહ્નો હોય તો ૧૦૪  નંબર પર ફોન કરી દર્દી સારવાર અને સલાહ મેળવી શકે છે. અને દર્દીને ૨૪ કલાકની અંદર દર્દીના ઘર સુધી પહોંચી સંપૂર્ણ સારવાર કરવાનું આયોજન કરેલ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે થીમ “Ready to beat Malaria”   “મેલેરિયાને હરાવવા માટે તૈયાર” રાખવામાં આવેલ.

ધીરજ પટેલ 

સોલા અમદાવાદ.