વલસાડ-વાપી

ગત એપ્રિલ માસ ની તારીખ 28 ના રોજ ગુજરાતના જામનગર ખાતે બ્રાહ્મણ સમાજ ના ધારાશાસ્ત્રી પર હુમલો કરી ને મોત ને ઘાટ ઉતારી દેવાની ઘટના બની હતી તેના આરોપીઓ સામે કડક માં કડક સજા થાય તે માટે વલસાડ જિલ્લા બ્રાહ્મણ સમાજ આગળ આવી ઘટના ને વખોડી ને જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપી સમગ્ર ઘટના ને વખોડી છે 

 વલસાડ જિલ્લા બ્રાહ્મણ સમાજ અને ઉમરગામ તાલુકા ના સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા આજે વલસાડ જિલ્લા કલેકટર ને એક આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે ગુજરાત ના જામનગર ખાતે તારીખ 28 એપ્રિલ શનિવાર ના રોજ બ્રાહ્મણ સમાજના ધારાશાસ્ત્રી કિરીટ ભાઈ જોશી પર કરવામાં આવેલા હુમલા ની ઘટના ને તેઓ વખોડે છે તેમજ આ ઘટના માં દોષી ઓ ને તાત્કાલિક ધરપકડ કરી ને કડકમાં કડક સજા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી આજે આવેદન પત્ર આપવા માટે ઉમરગામ તથા વલસાડ ના અનેક બ્રાહ્મણ સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા