રાજકોટ

ઉપલેટા શહેરના સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી માં અમૃતમ / વાત્સલ્ય યોજનાના કાર્ડ ધારકો માટે કેન્સર, સર્જરી, કેમોથેરાપી, મૂત્રમાર્ગ, હૃદયરોગ, પથરીના રોગો તથા ડાયાલિસિસની સારવાર વિનામૂલ્યે રાજકોટ ખાતે આવેલ સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવે છે. જેના ભાગરૂપે આ વિનામૂલ્યે નિદાન કેમ્પ તા. ૫/૫/૨૦૧૮ ને શનિવારના રોજ ઉપલેટા સરકારી કોટેજ હોસ્પિટલમાં યોજાઈ ગયો. જેમાં સ્ટર્લીંગ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાંત ડોકટર્સ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. જેમાં હૃદયરોગ માટે પ્રાથમિક તપાસ, ઈ. સી.જી. (ડોક્ટરની સલાહ મુજબ વિનામૂલ્યે) તપાસ, મૂત્રમાર્ગ તથા પથરીની તકલીફો માટે પ્રાથમિક તપાસ, કેન્સરના રોગો માટે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. જેમાં આ કેમ્પનો વિનામૂલ્યે લાભ લેવા આવનાર દર્દીઓને કેમ્પમાં જુના રિપોર્ટ તથા જૂની ફાઇલો સાથે લાવવા માટે હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું હતું. આ ગરીબ દર્દીઓ માટેના વિનામૂલ્યે નિદાન કેમ્પમાં ૬૮ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા મનીષભાઈ લાલાણી તથા ઉપલેટા કોટેજ હોસ્પિટલના સ્ટાફે આજુબાજુના ગામડાઓમાં વસતા કાર્ડ ધારક ગરીબ લોકો સુધી વાત પહોંચાડી વધુ ને વધુ લોકો આ કેમ્પનો લાભ લે એ માટે ભારે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : વિપુલભાઈ ધામેચા ઉપલેટા